રાજકોટનાં વોર્ડ ૧૦માં ભાજપની પેનલનો જંગી લીડથી વિજય

0
13
Share
Share

રાજકોટ તા. ર૩

વોર્ડ નંબર ૧૦ ના પરીણામમાં ભાજપનો ગઢ અડીખમ રહ્યો હતો અને ભાજપના ચારેય ઉમેદવારોની પેનલનો ૧૦,૦૦૦ જેટલા મતોની લીડથી વિજય થયો હતો. ગત ટર્મમાં વોર્ડ નં.૧૦ માં પેનલ તૂટી હતી. ત્રણ બેઠકો ભાજપે કબ્જે કરી હતી. જયારે એક બેઠક્માં કોંગ્રેસના મનસુખ કાલરીયાનો વિજય થયો હતો આ વખતે પણ મનસુખ કાલરીયાની જીતની અટકળો વ્યકત થતી હતી પરંતુ ભાજપ તરફી જુવાળમાં તેમનો પણ રકાસ થઈ ગયો હતો. ભાજપના વિજેતા મતો કરતા અર્ધા મત જ મળ્યા હતા.

વોર્ડ નં.૧૦ ના પરીણામથી પણ કોંગ્રેસ છાવણીમાં સોંપો પડી ગયો હતો.આખી પેનલનાં વિજયની રણનીતિ સફળ રહી હતી જેને પગલે ભાજપનાં ઉમેદવારોને ખભે ઉંચકી કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો.

ન્યુ રાજકોટનાં આ વોર્ડના પરીણામને પણ અત્યંત પ્રતિષ્ઠાજનક ગણવામાં આવતું હતું આ વોર્ડ ફરી વખત ભાજપના ગઢ તરીકે ઉભર્યો હતો. ભાજપની આખી પેનલનો અડીખમ વિજય થયો હતો. કોંગ્રેસને આશ્વાસનરૂપ બીજા ક્રમે રહેવાથી સંતોષ માનવો પડયો હતો. પ્રથમ વખત ચૂંટણીમાં ઝંપલાવનાર આમ આદમી પાટર્ી આ વોર્ડમાં ખાસ જોર કરી શકી ન હોય તેમ ત્રીજા સ્થાને હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here