રાજકોટનાં ત્રણ વોર્ડમાં આજે પાણી કાપ

0
21
Share
Share

રાજકોટ તા. ર૩

રાજકોટના વોર્ડ નં.૮,૧૧,૧૩ પાટર્માં આવતીકાલ તા.ર૪ના પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત મનપાની વોટર વર્કસ શાખાએ કરી છે.જીડબલ્યુઆઇએલ દ્વારા એન-સી-૩૪ પ્રોજેકટમાં સિંધાવદર હેડવર્કર્સ ખાતે શટડાઉન લેવાનું નકકી કરવામાં આવ્યું છે. તેના કારણે આવતીકાલ તા.ર૪ના બુધવારે મનપાના વેસ્ટ ઝોન આધારીત ચંદ્રેશનગર હેડવર્કર્સ હેઠળના વોર્ડ નં.૮,૧૧ અને ૧૩ પાટર્ તથા બપોરે ૧ર વાગ્યા પછીના મવડી હેડવર્કર્સ હેઠળના વિસ્તારો વોર્ડ નં.૧૧ અને ૧૩ પાટર્માં પાણી વિતરણ બંધ રહેેશે તો ૧૫૦ ફુટ રીંગ રોડ હેડવર્કર્સ આધારીત વિસ્તારોમાં પણ ઓછા દબાણથી પાણી મળશે તેવી લોકોને જાણ કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે આજે જાહેર થયેલા મહાપાલિકાના પરિણામોમાં ચારે તરફ કમળ ખીલી ગયુ છે તેમાં પણ વોર્ડ નં. ૮ ભાજપનો ગઢ છે તો વોર્ડ નં.૧૧ અને ૧૩માં ભાજપે ઘુસીને કોંગ્રેસને દુર કરી છે. ત્રણે વોર્ડમાં મોટી બહુમતી મળી છે. આ વોર્ડના મતદારોને (પાટર્) આવતીકાલે પાણી નહીં મળે જોકે તેનું કારણ ટેકનીકલ છે. છતાં અમીન માર્ગ, મવડી, સ્વામિનારાયણ ચોક આસપાસના વિસ્તારના લોકોને કાલે પાણીમાં તંત્રએ રજા આપી દીધી છે. વધુમાં ૧૫૦ ફુટ રોડના ઘણા ભાગમાં ઓછા દબાણથી એટલે કે ઓછું પાણી પણ મળશે તેવું અધિકારીઓએ જાહેર કર્યુ છે. જોકે આગલા દિવસે જાણ થઇ હોય, લોકોને આજે પાણી સ્ટોરેજ કરવાનો પણ સમય મળ્યો નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here