રાજકોટનાં જાણીતા પ્રોકટોલોજીસ્ટ ડો.એમ.વી.વેકરીયાનો ૧ જૂલાઈએ જન્મદિન

0
13
Share
Share

રાજકોટ, તા.૩૦

આજે ૧ જૂલાઈ, ડોકટર્સ-ડે છે, જોગાનુંજોગ તે જ દિવસે સામાજીક અને તબીબી ક્ષેત્રે પોતાની અનન્ય સેવાઓ વડે હંમેશા અગ્રેસર રહેતા આપણા રાજકોટ શહેરના ડો.એમ.વી.વેકરીયા જૂનાગઢ જીલ્લાના નવાગામમાં એક સત્સંગી ખેડૂત વીરજીભાઈના પરીવારમાં જન્મ્યા હતા. છેલ્લા ૩૪ વર્ષોથી તેઓ તબીબી ક્ષેત્રે તેમજ સેવાકીય ક્ષેત્રે યશસ્વી કામગીરી કરી રહેલ છે. તેઓ ૧૯૯૫ માં પણ ભાજપ ડોકટર્સ સેલમાં કન્વીનરપદે બિરાજમાન થયા હતા અને આજે તેઓ સતત ત્રીજી ટર્મમાં પણ બીજેપી ડોકટર્સ સેલમાં સહકન્વીનર પદ પર સેવા આપી રહ્યાં છે. ડો.વેકરીયા દર બુધવાર સાંજે ૬ થી ૮ કાયમી ધોરણે આર્થિક રીતે નબળા-ગરીબ દદર્ીઓની રાહતદરે તેમની એસ્ટ્રોન ચોક સ્થિત હરસ-ભગંદરની સુશ્રુત પાઈલ્સ હોસ્પિટલ ખાતે સેવા આપે છે.

તેઓ રાજકોટ ડોકટર્સ ફેડરેશનના ચીફ એડવાઈઝર તરીકે, તેમજ કાલાવડ-યુનિવર્સિટી રોડ ડોકટર્સ એસો.ના પૂર્વ પ્રમુખ રહી સેવા આપેલ અને હાલમાં સતત દસ વર્ષથી ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ દેશ-વિદેશની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેતા રહે છે. તેઓ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ધનવંતરી એવોર્ડ તથા લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અને સૌરાષ્ટ્રના બેસ્ટ પ્રોકટોલોજીસ્ટનો એમીનન્સ એવોર્ડ પણ પ્રાપ્ત કરી ચુકયા છે, તેમજ તેઓએ લાયન્સ કલબ, જેસીઝ કલબ, બોલબાલા ટ્રસ્ટ, સરગમ કલબ તથા મધુરમ કલબમાં પણ અનેક વખત સન્માન એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. તેઓએ ગુજરાત મેડીકલ બુલેટીન માસિક મેગેઝીનમાં ૧૧ વર્ષ સુધી મેનેજીંગ ડાયરેકટર તરીકે સેવા આપેલ છે. બહોળુ મિત્રવૃંદ અને ડોકટર મિત્રોમાં અપાર લોકચાહના ધરાવતા અને સામાજીક ક્ષેત્રે ખૂબ જ યશ અને નામના હાંસલ કરેલ છે. તેમના જન્મદિનના અવસરે મોબાઈલ નંબર ૯૮૨૪૦ ૬૬૩૨૧ ઉપર મિત્રવૃંદ તથા શુભેચ્છકોની ખૂબ ખૂબ શુભકામનાઓ પ્રાપ્ત થઈ રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here