રાજકોટનાં ચાર વેપારીનુ ૮૦ લાખનું સોનુ ઓળવી ત્રણ બંગાળી કારીગરો ફરાર

0
19
Share
Share

રાજકોટ, તા.૧૧

શહેરનાં દિગ્વિજય રોડ પર પ્રહલાદ પ્લોટમાં રહેતા જીગ્નેશ ફીચડીયા (ઉ.વ.૪૩) એ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ બંગાળી કારીગરો સામે ફરીયાદ નોંધાવી છે. તેમા મહમદ હનીફ હારૂન, સુજાન કાળીદાસ સંતરા, ભગીરથદાસ શીતલદાસ બંગાળીનો સમાવેશ થાય છે.

ફરિયાદી જીજ્ઞેશભાઈ કિશોરભાઈ ફીચડીયાની સોનીબજારમાં ગોલ્ડન માર્કેટમાં ડી.જે.એન્ડ સન્સ નામે પેઢી છે તેણે પોલીસને જણાવ્યું કે, સોની બજારના બીજા વેપારીઓ બંગાળી કારીગર મહમદને ઘરેણા બનાવવા આપતા હોવાથી તેને પણ તેની સાથે બે વર્ષથી કામ શરૂ કર્યુ હતુ. દર વખતે શુદ્ધ સોનુ લઈ જઈ ઘરેણાં બનાવી નિયમિત આપી જતો હતો.

ગઈ તા.૧૯ ડિસેમ્બરે સાંજે તેની પેઢીએ આવી બાલી અને કાનનાં લટકણ બનાવવા માટે ૮૯૫ ગ્રામ શુદ્ધ સોનુ લઈ ગયો હતો. સાતેક દિવસ બાદ દાગીના બનાવી પરત આપવાનુ કહ્યું હતુ. તેને ડીઝાઈનમાં ફેરફાર કરવો હોવાથી બીજા દિવસે તેનો સંપર્ક કરતા થયો ન હતો. દુકાન અને મકાને તાળા લટકતા હતા. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, સામાન ભરી ભાગી ગયો છે.

આજ રીતે સોની બજારમાં પેઢી ધરાવતા નિતિનભાઈ નવિનભાઈ બારભાયાએ સુઈ-દોરા બનાવવા માટે બંગાળી કારીગર સુજાન કે વ્રજ મેન્શનમાં બે દુકાનો રાખી દાગીના બનાવવાનુ કામ કરતો હતો તેને ૧૬૫ ગ્રામ સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતુ.

બીજા વેપારી રાજકુમાર રવીન્દ્રનાથ બેરાએ પણ સુઈ-દોરા બનાવવા માટે ૩૮૦ ગ્રામ સોનું આપ્યું હતુ. આ બંને વેપારીઓનુ સોનુ લઈ તા.૨૨/૫ ના રોજ ખાનગી બસમાં ભાગી ગયો હતો. ત્રીજો બંગાળી કારીગર ભગીરથદાસ જે સદ્‌ગુરૂ ચેમ્બરના પ્રથમ માળે ઓફિસ રાખી દાગીના બનાવવાનુ કામ કરતો હતો તેને વેપારી આલમગીરી રમજાનઅલી શેખે પેન્ડન્ટ સેટ બનાવવા માટે ગઈ તા.૮/૧૦/૨૦૧૯ ના રોજ ૯૮૦ ગ્રામ સોનું આપ્યું હતુ. જેના દાગીના નહીં બનાવી આપી તા.૨૩/૧૦/૨૦૧૯ ના રોજ ભાગી ગયો હતો. આ રીતે ત્રણેય આરોપી બંગાળી કારીગરો કુલ ચાર વેપારીઓનુ ૨૪૨૧.૨ ગ્રામ સોનું ઓળવી જતા અગાઉ અરજી કર્યા બાદ આજે ફરિયાદ નોંધાવી હતી. પી.આઈ. ચેતનકુમાર જોશીએ છેતરપિંડીનો ગુનો નોંધી ત્રણેય આરોપીની ધરપકડ માટે એક ટીમને પોલીસ સ્ટેશન મોકલી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here