રાજકોટથી અલવર માલગાડી મારફતે ૩૮૩૧ ટન ઔદ્યોગિક મીઠું મોકલવામાં આવ્યું

0
16
Share
Share

રાજકોટ તા.૨૬

પશ્ચિમ રેલ્વેના ઝોનલ હેડ કવાટર્ર  અને તમામ ડિવિજનોં માં નવી રચિત બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ્‌સ (બીડીયુ) ફ્રેટ ટ્રાફિક  માટે નવા ગ્રાહકોને આકર્ષિત કરવાનું પ્રશંસનીય કાર્ય કરી રહી છે. આ જ ક્રમમાં રાજકોટ ડિવિઝનના બીડીયુએ લવણપુર ગુડ્‌સ શેડથી પેલી વાર રાજસ્થાન ના અલવર સુધી માલગાડીના ખુલ્લા વેગનમાં ઔદ્યોગિક મીઠું (ઇંડસ્ટ્રિયલ સોલ્ટ) લોડ કરીને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે.

રાજકોટ ડિવિજન ના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા મુજબ, લવણપુરથી આ નવો ટ્રાફિક બીડીયુના પૂરજોર પ્રયત્નોના પરિણામે શક્ય બન્યો છે. ઉલ્લેખનીય છે કે રેલવે બોર્ડે દ્વારા ઔદ્યોગિક મીઠાના વર્ગીકરણને ઘટાડીને તેના વર્ગીકરણ ને ૧૨૦ થી ઓછું કરીને ૧૦૦અ કરવા માટે ની નીતિગત પહેલ કરવામાં આવી છે અને તેને ખુલ્લા વેગનમાં છૂટક સ્થિતિમાં લોડ કરવાની શરતી મંજૂરી પણ આપવા માં આવી છે. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ લવણપુર ગુડ્‌સ શેડથી ૯૪૭ કિલોમીટર દૂર રાજસ્થાનના અલવર સુધી, દુર્ગેશ એન્ટરપ્રાઇઝ દ્વારા માલગાડી ના કુલ ૫૮ વેગનો માં ઔદ્યોગિક મીઠું લોડ કરવામાં આવ્યું છે. પરિણામે રાજકોટ ડિવિજન ને ૩૭.૨૧ લાખ રુ ની આવક થઈ છે. થોડા સમય અગાઉ રાજકોટ ડિવિજન ના વવાણિયા ગૂડ્‌સ શેડ થી પણ ઔદ્યોગિક મીઠું માલગાડી મારફતે લોડ કરવા માં આવ્યું હતું . પશ્ચિમ રેલ્વે દ્વારા આપવામાં આવતા વિવિધ પ્રોત્સાહનોને કારણે આ નવું ટ્રાફિક શક્ય બન્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here