રાજકોટઃ હની ટ્રેપ તોડ કેસમાં ASI તૃષા બુસા સસ્પેન્ડ

0
11
Share
Share

સ્પા સંચાલકની પત્ની દ્વારા વેપારીને મળવા બોલાવીને છેડતીના કેસમાં ફીટ કરવા ધમકી આપી પૈસા પડાવ્યા

રાજકોટ,તા.૧૬

મોરબીના વેપારીને હની ટ્રેપમાં ફસાવવાના કેસમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તાલુકા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તૃષા બુસાને સસ્પેન્ડ કરી દીધા છે. એટલું જ નહીં આ કેસમાં ધરપકડ કરાયેલા બે જીઆરડી જવાન સહિત કુલ પાંચ જવાનોની પણ હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. એએસઆઈએ એક સ્પા સંચાલક દંપતી સાથે મળીને મોરબીના વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યા હતા અને તેમની પાસેથી ’તોડ’ કર્યો હતો. આ મામલે વેપારીએ રાજકોટ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી કરી હતી. તમામ લોકોએ વેપારીને હની ટ્રેપમાં ફસાવીને તેની પાસે રહેલા રોકડા ૨૨,૫૦૦ રૂપિયા પડાવી લીધા હતા. બાકીની બે લાખની રકમ પછીથી આપવાનું નક્કી થયું હતું. આ દરમિયાન વેપારી પોલીસ ફરિયાદ ન કરે તે માટે મહિલા એએસઆઈ તૃષા બુસાએ વેપારીને પોલીસે સ્ટેશન બોલાવ્યો હતો અને તેની સાથે મારપીટ કરી હતી. આ ઉપરાંત માસ્ક ન પહેરાવાનો ગુનો પણ નોંધ્યો હતો અને તેમને પોલીસ લોકઅપમાં પૂરી દીધો હતો. આથી જો ભવિષ્યમાં ફરિયાદ થાય તો આરોપી સ્પા સંચાલકની પત્નીના ઘરે નહીં પરંતુ પોલીસ સ્ટેશનમાં હતો એવું કહેવા માટે ખોટી સ્ટોરી ઊભી કરી હતી. પોલીસનું કહેવું છે કે આરોપી સ્પા સંચાલક આશિષ મારડિયા પોતાના સ્પા ખાતે યુવકોને બોલાવતો હતો. આ દરમિયાન યુવકોને શારીરિક સંબંધ બાંધવાની ઑફર પણ કરાતી હતી. જે બાદમાં યુવકો શરીર સંબંધ બાંધીને બહાર નીકળે ત્યારે સ્પા સંચાલક ફોન કરીને કેટલાક જીઆરડી જવાનોને બોલાવી લેતો હતો. જે બાદમાં યુવકોને ખોટા કેસમાં ફીટ કરવાનું કહીને તેમની પાસેથી પૈસા પડાવી લેવામાં આવતા હતા.હની ટ્રેપ કેસ શું હતો? મોરબીના જમના ટાવરમાં રહેતા તેમજ ફરસાણનો વેપાર કરતા સંજયભાઈ સોમૈયાએ રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યાની ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે રાજકોટના કે.કે.વી હોલ પાસે સ્પા ધરાવતા આશિષ મારડિયા અને તેની પત્ની અલ્પા મારડિયા સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. ફરિયાદીના કહેવા પ્રમાણે તેઓ છેલ્લા વર્ષોથી અલ્પાના પરિચયમાં હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here