રાજકોટઃ સોમવારથી એક સપ્તાહ માટે દાણાપીઠ અર્ધો દિવસ લોકડાઉન

0
26
Share
Share

રાજકોટ, તા.૧૨

દાણાપીઠ બજારમાં તા.૧૪-૯-૨૦૨૦ને સોમવારથી એક સપ્તાહ સુધી મતલબ કે આગામી તા.૨૧ને સોમવાર સુધી અડધો દિવસ લોકડાઉન રહેશે, જેમાં સવારે આઠથી બપોરે ત્રણ વાગ્યા સુધી દુકાનો કાર્યરત રહેશે.અગાઉ એક સપ્તાહ સુધી પુરો દિવસ લોકડાઉન રાખવા નિર્ણય લેવાયો હતો પરંતુ તેમા તમામ વેપારીઓ સહમત નહીં થતાં અંતે અડધા દિવસનો લોકડાઉન નકકી કરવામાં આવ્યું હતું. જો કે, આ પ્રકારના લોકડાઉનનો કોઈ અર્થ રહેતો નથી. જો ખરેખર સંક્રમણ અટકાવવું હોય તો અત્યારે સંપૂર્ણ લોકડાઉનની જરૂર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here