રાજકોટઃ વિદેશી દારૂની ૭૨ બોટલ સાથે શખ્સ ઝડપાયો

0
16
Share
Share

રાજકોટ, તા.૪

શહેરના રૈયા રોડ પર આવેલા શ્રીજી પાર્કમાં પોલીસે રહેણાંક મકાનમાંથી ૭૨ બોટલ દારુ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. જેની પૂછપરછમાં દારુનો આ જથ્થો અલ્પેશ પટેલ નામના શખ્સે રાખવા આપ્યો હોવાનું ખુલતા પોલીસે તેની શોધખોળ શરુ કરી છે.

દારુના આ દરોડા અંગે જાણવા મળતી વિગતો મુજબ, યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ આર.એસ. ઠાકરની રાહબરી હેઠળ પીએસઆઈ ડી.જી. ડાંગર, એએસઆઈ ડી.બી. બાલસરા,કોન્સ્ટેબલ રવિભાઈ ગઢવીની બાતમીના આધારે શ્રીજી પાર્ક મેઇન રોડ પર રહેણાંક મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની રુા. ૬૨ હજારની કિંમતની ૭૨ બોટલ દારુનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો.

દારુના આ જથ્થા સાથે પોલીસે આરોપી પ્રશાંત હસમુખભાઈ ચાવડા (ઉ.૨૯)ને ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ કરતાં તેને દારુનો આ જથ્થો અલ્પેશ પટેલ નામના શખ્સે સાચવવા આપ્યો હોવાનું ખુલતા પોલીસે તેની શોધખોળ શરુ કરી છે.

અન્યએક દરોડામાં બી ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે કુવાડવા રોડ પર હીરો હોન્ડા શો-રુમ પાસે બાઈક પર પસાર થઇ રહેલા રણછોડનગર શેરી નં. ૧૬માં રહેતા વિપુલ ચંદ્રકાંતભાઈ બાબીયા (ઉ.૩૨)ને અટકાવી તલાશી લેતા તેની પાસેથી દારુની એક બોટલ મળી આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here