રાજકોટઃ લાલપરી તળાવનાં કિનારેથી નવજાત શીશુ મળ્યું

0
25
Share
Share

રાજકોટ, તા.૨૫

પ્રધ્‌યુમનપાર્ક પાસે લાલપરી તળાવના કિનારે મૃત નવજાત બાળક પડયું હોવાનો કોલ કંન્ટ્રોલ રૂમમાં આવતાં પોલીસે આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પીઆઇ ચાવડા અને રાઇટર કાનજીભાઇ તુરંત જ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ આદરી હતી. પોલીસ સ્ટાફે પ્રધ્‌યુમન પાર્કની આસપાસના સીસીટીવી ફુટેઝ મેળવવા તજવીજ આદરી છે.

નવજાત બાળકને ત્યાં તરછોડી જનાર અજાણ્યા શખ્સ વિરૂધ્‌ધ ફરિયાદ નોંધવા કવાયત આદરી છે. મળી આવેલા મૃત નવજાત બાળકનું પોસ્ટમોટર્મ કરવા સિવિલ હોસ્પિટલે ખસેડાયું હતું.

રાજકોટઃ વૃદ્ધાનો એસીડ પી આપઘાત

શહેરનાં  કોઠારીયા રોડ પર ન્યુ સાગર સોસાયટી શેરી ન.૮ માં રહેતા મંજુલાબેન મનસુખભાઈ મારૂ (ઉ.વ ૭૬) નામના વૃધ્ધાએ ગઈકાલ બપોરનાં સુમારે પોતાના ઘરે એસિડ પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.વૃધ્ધાને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે.વૃધ્ધાને આંખે ઓછું દેખાતું હતું તેમજ તેઓ લાંબા સમયથી કમરના દુઃખાવાથી પીડાતા હતા.તેનાથી કંટાળી આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય બનાવમાં ઢેબર કોલોની પાસે નારાયણનગર શેરી ન.૧૧ માં રહેતા અજીતસિંહ સુખદેવભાઈ યાદવ (ઉ.વ ૩૦) નામના બિહારી યુવાનનું તેના ઘર પાસે બેભાન હાલતમાં મોત થયું હતું.યુવાન બસ્ટેન્ડ પાસે સુલભ શોચાલયમાં કામ કરતો હતો.તેને થોડા દિવસ પૂર્વે કમળો થયો હોય બાદમાં ૧૫ દિવસ સારવાર લીધા બાદ રજા આપી હતી.દરમિયાન તેનું બીમારી સબબ મોત થયું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here