રાજકોટઃ રીક્ષા હડફેટે બાઈક ચડતા યુવાનનું મોત

0
28
Share
Share

રાજકોટ, તા.૨૪

શહેરના જામનગર રોડ ભીસ્તીવાડમાં રહેતા દિપકભાઇ પાલાભાઇ સાગઠીયા (ઉ.વ. ૩૪) નામનો યુવાન પોતાનું બાઇક લઇ અમીનમાર્ગ ઉપરથી પસાર થઇ ઘરે જતો હતો ત્યારે પુરઝડપે આવેલી રીક્ષાનાં ચાલકે હડફેટે લેતા ઘવાયેલા બાઇક ચાલક દિપક સાગઠીયાને માથે તેમજ શરીરે ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

દિપકભાઇ ડ્રાઇવીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ગઇકાલે કામ પરથી ઘરે આવતા અમીનમાર્ગ પાસે ઓન્લી પરાઠા પાસે અકસ્માત સર્જાયો હતો. દિપકભાઇ ૩ ભાઇ એક બહેનમાં નાના તેને સંતાનમાં એક પુત્ર છે. યુવાનનાં મોતથી માસુમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

જયારે સામા પક્ષે રૈયા રોડ પર રહેતા મિતેષ નગીનભાઇ સચદેવ (ઉ.વ. ૩૪) નામનો યુવાન પોતાની રીક્ષા લઇ આવતો હતો ત્યારે ઓન્લી પરાઠા પાસે બાઇક સાથે અકસ્માત સર્જાતા શરીરે ઇજા થતાં સિવિલમાં ખસેડાયો હતો. આ ઘટના અંગે માલવીયા પોલીસ મથકનાં સ્ટાફે અકસ્માત સર્જનાર રીક્ષા ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધવા તજવીજ આદરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here