રાજકોટઃ યોગદિને યોગ કરતા અભયમ ટીમના કાઉન્સીલર

0
16
Share
Share

રાજકોટ, તા,૨૨

અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન નાં સ્ટાફ દ્વારા આંતરરાષ્ટ્રિય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી. તારીખ ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગાદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિતે રાજકોટ શહેરનાં તાલુકા પો.સ્ટે ખાતે ૧૮૧ રેસ્કયુવાન કાર્યરત છે. ત્યાં ૧૮૧ નાં સ્ટાફમાં અભયમ કાઉન્સેલર તુપ્તિ પટેલ અને સેજલ પટેલ દ્વારા અલગ-અલગ યોગા કરી યોગા દિવસની ઉજવણી કરી હતી. યોગા દ્વારા ખાસ કરીને હાલની પરિસ્થિતિ જેવી કે કોરોનાની મણમારી વચ્ચે લોકડાઉન જેમાં કેટલાક લોકો ઘરમાં રહી માનસિક અશાંતિ અનુભવી રહ્યા છે તેમને યોગા કરવા માટે પ્રેરાય અને તંદુરસ્ત રહે સ્વસ્છ રહે એટલો સંદેશો મળી રહે અને ખાસ કરી ઘરેલું હિંસાથી પીડાતી મહિલાઓ જે સતત તણાવમાં રહેતી હોય તેમને આ સંદેશો પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવેલ.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here