રાજકોટઃ યુવાનનાં આપઘાતને શંકાસ્પદ ગણાવી, હત્યાનો પરિવારજનોનો આક્ષેપ

0
14
Share
Share

રાજકોટ, તા.૨૫

શહેરના ચુનારાવાડ શેરી નં.૧૨માં રહેતા વિજય ખોડાભાઇ મકવાણા (ઉ.વ.૩૦) નામના યુવાને ગઇકાલે સાંજના સમયે પોતાના ઘરે ખુરશી પર અડી પંખાના હુકમાં દોરી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવન હતો. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચી પ્રાથમિક કાર્યવાહી કરી હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ યુવાન બે ભાઇ એક બહેનના પરિવારમાં મોટો હતો અને તે બંગડીના કારખાનામાં મજૂરીકામ કરતો હતો. યુવાનના પ્રથમ લગ્ન ચંપા સાથે થયા હતા. તેના થકી પુત્ર રોનક (ઉ.વ.૧૩) છે. તેની સાથે છુટાછેડા થયા બાદ બીજા લગ્ન દેરડી કુંભાજીમાં રહેતી રવિના સાથે થયા હતા. તેણી ભીમ અગ્યિારસ કરવા ગયા બાદ યુવાનના પાડોશમાં રહેતા ચેતન લુહાર સાથે ઘર માંડી લીધુ હતું. ગંજીવાડામાં રહેતા યુવાનના માતા-પિતાએ આક્ષેપ કર્યો હતો કે તેના પુત્રે આપઘાત નથી કર્યો પણ રવિના અને ચેતને મળી તેની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી પોલીસે યુવાનના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here