રાજકોટ, તા.૨૪
રાજકોટ સહિત ગુજરાતના મહાનગરોમાં કરફ્યુ લગાડવામાં આવ્યો છે ત્યારે માર્કેટ યાર્ડમાં વેપારીઓ અને મજૂરોની મુશ્કેલી માં વધારો થયો છે માર્કેટ યાર્ડમાં અત્યારે મગફળી તેમજ કપાસની મબલખ આવક થતી હોવાથી વેપારીઓ અને મજૂરોને મોડી રાત સુધી કામ કરવું પડતું હોય છ.ે કરફ્યુના લીધે કામ પડતું મુકીને ઘરે જતુ રહેવું પડે છે અને ખેડૂતોનો માલ પડતર પણ રહી જાય એની પણ દહેશત છે. આવી પરિસ્થિતિમાં કલેકટર દ્વારા અગાઉ જે પાસ ઈશ્યુ કરવામાં આવ્યા હતા તે પાસ માન્ય રાખવા માંગણી ઉઠી છ. ે મોટા ભાગ ના વેપારીઓ અને મજૂરો શહેર વિસ્તારમાં રહેતા હોવાથી આ સમસ્યા ઘ્યાને લઇને જૂના પાસ ચલાવવા અથવા તો નવા પાસ તાકિદે ઇસ્યુ કરવાં માંગ થઇ છે.