રાજકોટઃ મનપાનાં કર્મી.ઓ છઠ્ઠા શુક્રવારે સાયકલ ચલાવીને આવ્યા કચેરીએ

0
23
Share
Share

મ્યુ.કમિશ્નરની ઈન્ડીયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જ અંતર્ગત અપીલને બહોળો પ્રતિસાદ

રાજકોટ,તા.૧૩

રાજકોટ શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી સ્માટર્ સીટીઝ મિશન દ્વારા  ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ ’ ચેલેન્જની શરુઆત કરવામાં આવેલ છે. આ ચેલેન્જમાં રાજકોટ સહીત ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે. શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન મળે, પ્રદુષણમાં ઘટાડો થાય તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ પગલાઓ લઇ રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ / કર્મચારીઓ હવેથી દર શુક્રવારે ઓફિસે આવવા-જવા માટે પોતાના ટુ વ્હીકલ કે ફોર વ્હીકલનો ઉપયોગ ન કરાતા સાયકલ, ચાલીને કે માસ ટ્રાન્સપોટર્નો ઉપયોગ કરે તે અંગે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે અપીલ કરેલ હતી જેને મનપાના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા નિરંતર પ્રતિસાદ મળી રહ્યો છે. મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ તથા નાયબ મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓ/કર્મચારીઓ સતત છટ્‌ઠા શુક્રવારે પણ ઘરેથી ઓફીસ સુધી સાયકલ અથવા ચાલીને ઓફીસ આવ-જા કરી હતી.મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સાયકલએ ટ્રાન્સપોટર્ેશન માટેના એક સારા વિકલ્પની ઉપલબ્ધિ છે, પર્યાવરણના સંરક્ષણ માટે તેમજ તંદુરસ્ત આરોગ્ય પ્રાપ્ત કરવામાં ઉપયોગી થાય છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ જોઈએ ટી શરીરને તંદુરસ્ત રાખવું ખુબ જરુરી છે, શહેરના તમામ લોકો સાયકલનો વધુ પડતો ઉપયોગ કરે જેના માટે સરકારશ્રી દ્વારા સાયકલ ખરીદી પર સબસીડી પણ આપવામાં આવે છે. સાયકલિંગ કરવાથી જીવન રેખા બદલી શકાય છે. સિટીમાં સાયકલનો ઉપયોગ કરવાથી પ્રદુષણ થતું અટકાવી શકાય છે. ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. પોતાનું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here