રાજકોટઃ ભીચરી ગામે ટેન્કરો માંથી પેટ્રોલ-ડીઝલ કાઢવાનું કારસ્તાન ઝડપાયું, ત્રણની પુછપરછ

0
15
Share
Share

રાજકોટ, તા.૧૬

રાજકોટ શહેરનાં કુવાડવા પોલીસ મથકના પી.આઈ એમ.સી.વાળાની રાહબરીમાં પી.એસ.આઈ બી.પી.મેઘલાતર તથા ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ મકવાણા,સતીષ લાવડીયા અને વિરદેવસિંહ જાડેજાને એવી સચોટ બાતમી મળી હતી કે,ભીચરી ગામ પાસે કેટકાલ શખ્સો ટેન્કરના સીલ તોડી તેમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરે છે.

આ બાતમીના આધારે પીઆઇ એમ.સી.વાળા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયા હતા. તપાસ દરમિયાન ત્રણ શખ્સ ટેન્કરમાંથી નળી વડે કેરબામાં ડીઝલ-પેટ્રોલ કાઢતાં મળી આવ્યા હતા. ત્રણેયની પૂછપરછમાં લાલપુર તાબેના સીંગજ ગામ નો દોલત આલા પરમાર(ઉ.વ ૨૫) અતુલ ગડાભાઈ પરમાર (ઉ.વ ૨૯) અને અમરગઢ ભીચરી રહેતો વિનોદ ગીગા ડાંગર (ઉ.વ ૩૦) હોવાનું જણાવ્યું હતું.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ જામનગરથી ટેન્કરમાં પેટ્રોલ-ડીઝલ ભરી નીકળેલા ડ્રાઈવર દોલત કલાભાઈ પરમાર અને ક્લીનર અતુલ ગડવાભાઈ પરમાર ભીચરી ગામના પાદરમાં ભાઈની કૃપા’ નામની કેબીન પાસે સ્ટોપ કર્યો હતો. જ્યાં ભીચરી ગામે રહેતા વિનોદ ગીગાભાઈ ડાંગર ની મદદથી ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરી રહ્યા હતા.

ત્યારે જ પોલીસે ધસી જઈ ત્રણેયને ઝડપી લીધા હતા.પોલીસે સ્થળ પરથી પોલીસે ૧૫૦૦૦ લિટર ડીઝલ, આશરે ૫૦૦૦ લિટર પેટ્રોલ, ટેન્કર ઉપરાંત ૨૦૦ લિટર ડીઝલ ભરેલા કેરબા, ૪૦ લિટર પેટ્રોલ ભરેલા કેરબા, બોલેરો ગાડી અને ટેન્કરનું લોક ખોલવા માટે ઉપયોગમાં લેવાયેલા બે ટી-આકારના લોખંડના પાના સહિત કુલ રૂ.૨૭,૪૭,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આરોપીઓ જામનગરમાં એસ્સારમાંથી આવતા ટેન્કરોમાથી પેટ્રોલ- ડીઝલની ચોરી કરતા હતા. ઝડપાયેલા શખ્સો કેટલા સમયથી આ રીતે ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરે છે તે અંગે તપાસ કરવા આરોપીઓનો કોરોના ટેસ્ટનો રિપોટર્ આવ્યા બાદ વિધિવીત ધરપકડ કરી તેની સઘન પૂછપરછ કરાશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here