રાજકોટઃ બે સ્થળે વિદેશી દારૂના દરોડોમાં વિદેશી દારૂની ૭૧૪ બોટલ સાથે સગીરા સહિત પાંચની ધરપકડ

0
14
Share
Share

રાજકોટ, તા.૧૫

રાજકોટ ગોંડલ હાઇવે પર શિવ હોટલ સામે આજીડેમ પોલીસે બોલેરોમાંથી દારુના જથ્થાની હેરફેર થાય તે પૂર્વે દરોડો પાડી બોલેરોમાંથી ૫૯૪ બોટલ દારુ ઝડપી લીધો હતો.પોલીસે દારુના આ જથ્થા સાથે સગીર સહિત ચાર શખ્સોને ઝડપી લીધા હતા.દારુનો જથ્થો બોલેરો સહિત પોલીસે કુલ રુ.૬,૪૬,૬૫૦ નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારુના આ દરોડા અંગે જાણવા મળતી વિગતો મુજબ આજીડેમ પોલીસ મથકના પી આઈ વી.જે.ચાવડાની રાહબરીમાં પી.એસ.આઈ એમ.ડી.વાળા એ.એસ.આઈ કાળુભાઇ વેલજીભાઈ તથા ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી સચોટ બાતમીના આધારે ગોંડલ રાજકોટ હાઇવે પર શિવ હોટલ સામે દારુના મોટા જથ્થાની હેરફેર થાય તે પૂર્વે જ દરોડો પાડી અહીં બોલેરો ન જી.જે.૩ બી ડબ્લ્યુ ૨૮૩૦ માંથી અલગ અલગ બ્રાન્ડની રુ.૨,૪૧,૬૫૦ ની કિંમતની ૫૯૪ બોટલ દારુનો ઝડપી લીધો હતો.

પોલીસે દારુના આ જથ્થા સાથે ગોંડલના વોરા કોટડામાં રહેતા સગીર તેમજ ઝાકીર હુસેનભાઈ શેખ (ઉ.વ ૨૧)રાજકોટમાં રહેતા ભરત વાજશુર ચાવડા અને જૂનાગઢના મહેબૂબને ઝડપી લીધો હતો.પોલીસે દરોડા દરમિયાન અહીંથી દારુનો જથ્થો,બોલેરો મળી કુલ રુ.૬,૪૬,૬૫૦ નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

વિદેશી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે

જયારે અન્ય દરોડામાં બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ એમ.બી.ઔશુરાની રાહબરીમાં પી.એસ.આઈ એમ.એફ.ડામોર તથા ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ સીરાજ ચાનીયા, પરેશ સોઢીયાને મળેલી સચોટ બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે પાણીના ટાકા નજીક ભવાની રોડવેઝ પાસે સેન્ટ્રો કાર ન એમ.જી ૦૨ એન.એ ૧૪૬૦ ને અટકાવી તેના તલાશી લેતા તેમાંથી ૧૨૦ બોટલ દારુ મળી આવતા પોલીસે કારચાલક હિતેશ ઉર્ફે પાગો રામજીભાઈ જાડા (ઉ.વ ૩૧)(રહે.રામનાથપરા ભવાનીનગર ૫ રાજકોટ) ને ઝડપી લીધો હતો.પોલીસે કાર સહિત કુલ રુ.૧,૯૮,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

પારડી નજીક રસ્તો ઓળંગતા રીક્ષા હડફેટે વૃદ્ધનું મોત

પારડી પાસે શીતળા માતાજીના મંદીર પાસે રહેતા શંભુભાઇ નરસિંહભાઇ સોલંકી (ઉ.વ. ૬૫) નામના વૃધ્ધ રાત્રીનાં સમયે શીતળા માતાજીનાં મંદીરની સામે હાઇ-વે રોડ પર ચાલીને લઘુ શંકા કરવા જતાં હતાં ત્યારે પુરઝડપે આવેલા રીક્ષાનાં ચાલકે હડફેટે લેતા શંભુભાઇને માથે તેમજ શરીરે ગંભીર ઇજા થતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેમનું સારવારમાં જ મોત નીપજયુ હતુ.સ શંભુભાઇને બે પુત્ર-બે પુત્રી છે. પોતે છુટક મજુરીકામ કરતા હોવાનું માલુમ પડયુ છે. આ અંગે શાપર-વેરાવળ પોલીસે અજાણ્યા રીક્ષા ચાલક સામે ગુન્હો નોંધવા તજવીજ આદરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here