રાજકોટઃ બેન્ક ઓફ ઈન્ડિયામાં ચોરીનાં પ્રયાસમાં વધુ એક શખ્સ ઝડપાયો

0
24
Share
Share

રાજકોટ, તા.૨૪

શહેરમાં ચોરી, લૂંટ સહિતના અનડીટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલવા પોલીસ પ્રયત્નશીલ હતી દરમિયાન ક્રાઈમ બ્રાંચ પીઆઇ વી.કે. ગઢવી, ઇન્ચાર્જ પીઆઈ આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એમ. ધાખડાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, નગીનભાઈ ડાંગર અને અમિત અગ્રાવતને મળેલી સચોટ બાતમીના આધારે પોલીસે ૮૦ ફૂટ રોડ પર આવેલ આંબલીયા એગ્સની આગળ ખુલ્લા પટમાંથી આરોપી રવિ કૌશીકભાઈ ચૌહાણ અને વિશાલ કાબાભાઈ ધલવાણીયા ને ઝડપી લીધા હતાં અને તેમની પાસેથી ગ્રાઇન્ડર મશીન, લોખંડની મોટી કોશ, લોખંડની સીણી અને બે વાહન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપીઓની પૂછપરછમાં તેમણે ગત તા. ૮-૯નાં રોજ રાત્રિનાં સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલી બેન્ક ઓફ ઇન્ડીયામાં બાથરુમની સિમેન્ટની બારી તોડી બેન્કમાં પ્રવેશ કરી સીસીટીવીના વાયરો કાપી તિજોરી તોડવાની કોશિષ કરી હતી પરંતુ કાંઇ હાથ લાગ્યું ન હતું. બાદમાં તા.૧૨-૯ના રાત્રિનાં મવડી ચોકડી પાસે ઇન્દ્રપ્રસ્થ બિલ્ડીંગમાં આવેલી મનપુરમ્મ ફાયનાન્સ લીમીટેડની ઓફીસની ઝાળીના નકુચા તોડી સાયરન તથા સીસીટીવી ડીવીઆરના વાયરો તોડી તિજોરી તોડવાની કોશિષ કરી હતી.આ ગુન્હામાં સંડોવાયેલા વીંછીયાના ઓરી ગામના દિપક બુધા સરવૈયાની ધરપકડ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here