રાજકોટઃ પ્રેમપ્રકરણમાં યુવાન પર કાતરથી જીવલેણ હુમલો

0
17
Share
Share

રાજકોટ, તા.૨૫

શહેરનાં યુનિર્વસિટી રોડ પર ત્રણ માળીયા કવાટર્રમાં રહેતા રજત ઉર્ફે મુંગો ઘનશ્યામ ગોંડલીયા નામના ૩૦ વર્ષના વાળંદ યુવાનને રવી રબારી નામના શખ્સે કાતરથી ખૂની હુમલો કર્યાની મહાવીરસિંહ ભાવેશભાઇ ચૌહાણે યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રજત ગોંડલીયા વાયરીંગ કામ કરતો હોવાથી તેના પાડોશમાં રહેતી સ્નેહા નામની રબારી યુવતી સાથે સાતેક વર્ષ પહેલા આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પાંચેક દિવસ પહેલાં રજત ગોંડલીયા અને સ્નેહા ભાગી ગયા હતા અને સ્નેહાના પરિવારજનોએ લગ્ન કરાવી દેશે તેમ કહી બંનેને પરત ઘરે લાવ્યા હતા.

સ્નેહાના લગ્ન ન કરાવતા રજત ગોંડલીયા ગઇકાલે પોતાની પ્રેમીકા સ્નેહાના ઘરે ગયો હતો ત્યારે ઝઘડો થતા ત્યાંથી તે જતો રહ્યો હતો પરંતુ સ્નેહાનો બનેવી રવી રબારી તેની પાછળ કાતર લઇને આવ્યો હતો અને નકલંગ હોટલ પાસે હુમલો કર્યાનું રજત ગોંડલીયાએ જણાવ્યું છે. યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. આર.એસ.ઠાકર અને રાઇટર ગીરીરાજસિંહ સહિતના સ્ટાફે રવી રબારી સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here