રાજકોટઃ પોલીસ વાનની ઠોકરે બાઈક ચડતાં પત્નિનું મોત, વૃદ્ધને ઈજા

0
13
Share
Share

રાજકોટ, તા.૨૯

રાજકોટમાં  કુવાડવા રોડ પર સદગુરૂ દર્શન કોમ્પ્લેક્ષમાં રહેતા મહેન્દ્રભાઈ અશોકભાઈ મેર (ઉ.વ.૬૩) અને તેમના પત્ની  ચંદ્રીકાબેન મેર ઉ.૫૬ બંને પોતાના જી.જે. ૩ કે.જી.૧૧૯૪ નંબરનાં  બાઈક પર બેસીજતા હતા ત્યારે સામેથી ઘસી આવેલા જી.જે.૧૮ જી.૮૧૩૦ નંબરની પોલીસની વેનના ચાલકે વૃદ્ધ દંપતીના બાઈકને ઠોકર મારતા બંને ગંભીર રીતે ધરાવતા તાત્કાલીક સારવાર માટે  સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર રીતે ઘવાયેલા ચંદ્રીકાબેન મેરનું આજરોજ સવારે ચાલુ સારવારમાં મોત નિપજતા દંપતિ ખંડિત થયું હતું. ઘટનાની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. મહેન્દ્રભાઈ અને તેમના પત્નિ ચંદ્રીકાબેન બાઈક પર બેસી કાલાવડ રોડ પર નોકરી કરતી પોતાની પુત્રીને મળવા જતા હતા. તે દરમિયાન જામટાવર પાસે જ વૃદ્ધ કાળનો કોળિયો બનતા પરિવારમાં શોક છવાઈ રહ્યો છે. પોલીસ ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here