રાજકોટઃ પોલીસ મથકનાં પગથીયા ચડતી વખતે ચકકર આવતાં વોર્ડનનું મોત

0
20
Share
Share

રાજકોટ ,તા.૩૦

ગાંધીગ્રામ પોલીસ મથકમાં પોલીસ રીપોટર્ કઢાવવા જઈ રહેલો ટ્રાફીક વોર્ડન પગથીયા પર જ ઢળી પડતાં તેને વોકહાટર્ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા ફરજ પરનાં તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવાહી કરી હતી.

બનાવીની પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીગ્રામમાં ઉદય હોલની પાછળ ભારતીનગર-૧ માં રહેતા પાર્થ કમલેશભાઈ રાઠોડ ઉ.વ.૧૯ નામનો યુવાન ટ્રાફીકનાં ટોઈંગ વાહનમાં સર્વીસ કરતો હતો. ગઈકાલે સાંજના સમયે ગાંધીગ્રામ પોલીસ મથકમાં પોલીસ રીપોટર્ કઢાવવા જતો હતો ત્યારે પગથીયા પર ચકકર આવતા ઢળી પડયો હતો. તેને નાકમાં લોહી નિકળવા લાગતાં બેભાન હાલતમાં અત્રેની વોકહાટર્માં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પાર્થ રાઠોડ બે ભાઈમાં નાનો હતો. હાલ મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટમોટર્મ કરાયું હતું. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઈ છે.

આ અંગે બી ડીવી.પોલીસ મથકનાં હેડ કોન્સ. રાહુલભાઈ વ્યાસ સહીતનાં સ્ટાફે કાગળો કર્યા હતા.અન્ય બનાવમાં નાનામવા રોડ લક્ષ્મીનગર શેરી નં.૨ મા રહેતા વસંતભાઈ અમરાભાઈ રાઠોડ ઉ.વ.૪૭ નામના આધેડ પોતાના ઘેર હતા ત્યારે શ્વાસની બિમારી સબબ બેભાન થઈ જતા અત્રેની સિવીલમાં લાવતાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here