રાજકોટઃ પતિની નોકરી ચાલી જતાં પત્નિનો આપઘાતનો પ્રયાસ

0
20
Share
Share

રાજકોટ, તા.૨૪

શહરેમાં પોપોટપરા મેઈન રોડ પાસે આવેલા સરકારી ગોડાઉન પાસે રહેતી કોળી પરિણીતા નિમુબેન સિંધાભાઈ કૂનતીયા (ઉ.વ ૨૫) રાત્રીના પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાધો હતો.દરમિયાન તેનો પતિ સિંધાભાઈ લઘુશંકા કરવા માટે જાગતા તે પત્નીને લટકતી હાલતમાં જોઈ જતા તુરંત નીચે ઉતારી તેણીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ નિમુબેનના પતિ કારખાનામાં કામ કરે છે,પરંતુ લોકડાઉનના લીધે બેકાર થઈ ગયો હતો.હાલ કારખાનું ચાલુ થયું હોઇ પણ એક અઠવાડિયા માટે કામે જવાનું હોઈ છે એક અઠવાડિયુ પતિ ઘરે બેસે છે.તેમજ મહિલા કડીયાકામ કરતી પણ લોકડાઉન બાદ તે પણ બરોબર ચાલતું ન હોઈ જેથી ઘર ચલાવવાની ચિંતામાં આ પગલું ભરી લીધું હતું.પરિણીતાનો લગ્નગાળો સાત વર્ષનો હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર એક પુત્રી હોવાનું જણાવા મળ્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here