રાજકોટઃ દેશી પિસ્તોલ તથા ત્રણ કાર્તુસ સાથે ગોંડલનો શખ્સ ઝડપાયો બે ની શોધખોળ

0
17
Share
Share

રાજકોટ, તા.૧૫

રાજકોટ માંથી પોલીસે પિસ્તોલ અને ત્રણ કારતૂસ સાથે ગોંડલના શખ્સની ધરપકડ કરી હતી જેમાં હથિયાર સપ્લાય માં ગોંડલના સપનું નામ ખૂલતા તેની ધરપકડ માટે રાજકોટ પોલીસની ટીમ ગોંડલ પહોંચી હતી. ગોંડલ રોડ પર શિવહોટલ નજીક એક શખ્સ હથિયાર સાથે ઊભો હોવાની આજી ડેમ પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દેશી બનાવટ પિસ્ટલ અને ત્રણ જીવતા કારતૂસ સાથે ગોંડલ મોટી બજાર, સંઘાણી શેરીમાં રહેતા પરાગ જેન્તી સખિયા હથિયારની ધરપકડ કરવામાં આવી હતી અને આ ગેરકાયદેસર હથિયાર અંગે પૂછપરછ કરતા પિસ્ટલ અને કારતૂસ સાગર ઉર્ફે લાલો કમલેશ ગોહિલ નામના શખ્સ હોવાનું અને તેને રાજકોટ ગોંડલ રોડ પર શિવ હોટલ પાસે પહોંચી ફોન કરવા જણાવ્યું હતું, પરંતુ તે પોતે સાગર ને ફોન કરે તે પહેલાં જ સકંજામાં સપડાઈ ગયો હોવાનું કહ્યું છે. હથિયાર વેચવા જ આવ્યો હોવાની કેફિયત આપી છે. પકડાયેલા પરાગ સખિયા અગાઉ મારામારી માં, જ્યારે સાગર ઉર્ફે લાલો જૂનાગઢ પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાની કબૂલાત આપી છે. પોલીસે પરાગ અને સપ્લાય સાગર સામે ગુનો નોંધ્યો છે. સાગરને પકડવા તેમજ પરાગની વિશેષ પૂછપરછ કરવા પોલીસ કસ્ટડીની તજવીજ હાથ ધરી છે. ગોંડલનો પોલીસ સકંજામાં આવ્યા બાદ આ હથિયાર રાજકોટમાં કોણ ખરીદવાનું હતું તે અંગેનું નામ જાહેર થશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here