રાજકોટઃ ટ્રકની ઠોકરે બાઈક ચડતા યુવાન વેપારીનું મોત

0
18
Share
Share

રાજકોટ, તા.૨૫

શહેરનાં કોઠારીયા રોડ પર ગોવિંદનગર પાસે ટ્રેકટરે બાઇકને ઠોકરે લેતાં બાઇક સવાર અટિકા ન્યુ સર્વોદય સોસાયટી-૧ માધવ હોલ પાછળ રહેતાં દરજી યુવાન ભાવિક પ્રવિણભાઇ ચૌહાણ (ઉ.વ.૨૬)નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં ભકિતનગરના એએસઆઈ નરેન્દ્ર ભાઈ ભાદ્રેચા (ખારવા) અને મયુરભાઇ ઠાકરે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ભાવિક ભાઈ એક બહેન કિંજલ થી નાનો અને અપરિણીત હતો. તેમજ માતા જયશ્રીબેન અને પિતા પ્રવિણભાઈ અમૃતલાલ ચૌહાણનો એક જ આધાર સ્તંભ દિકરો હતો.

ભાવિક રણુજા મંદિર પાસે કોમેટિક ની દુકાન ચલાવતો હતો. બપોરે તે દુકાનેથી ઘરે જમવા માટે આવી રહ્યો હતો જ્યારે કોઠારીયા રોડ ગોવિંદનગર પાસે ટ્રેકટર અને બાઇક સહિત ઉલાળી દેતાં ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવને પગલે દરજી પરિવારમાં કલ્પાંત સજરયો હતો. ભક્તિનગર પોલીસે મહેન્દ્રભાઈ અમૃતલાલ ચૌહાણની ફરિયાદ પરથી ટ્રેકટર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. બનાવ અંગે પી.એસ.આઈ એસ.એન.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here