રાજકોટઃ ચોરાઉ બાઈક સાથે તસ્કર ઝડપાયો

0
18
Share
Share

રાજકોટ, તા.૧

શહેરના ભાવનગર રોડ પર અમુલ સર્કલ પાસેથી થોરાળા પોલીસે ચોરાઉ બાઇક સાથે કુબલિયાપરાના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે તપાસ કરતા આ શખ્સે એકાદ માસ પુર્વે યુવરાજનગર પાસેથી આ વાહન ચોરી કર્યાનું માલુમ પડયુ હતુ. થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ. હડીયાની રાહબરી હેઠળ પીએસઆઇ એ.એલ. બારસીયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.દરમિયાન કોન્સ્ટેબલ જે.બી. જાડેજાને એવી માહિતી મળી હતી કે કુબલિયાપરાનો શખ્સ ચોરાઉ વાહન સાથે અહીંથી પસાર થવાનો છે.

જે બાતમીના આધારે વોચ ગોઠવી ભાવનગર રોડ ઉપર અમુલ સર્કલ આઇટીઆઇ પાસેથી શંકાસ્પદ રીતે પસાર થઇ રહેલા બાઇક ચાલકને અટકાવી તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ રવિ ચંદુભાઇ સોલંકી (ઉ.વ. ૨૧ રહે કુબલિયાપરા, શેરી નં.૫ વોકળાના કાંઠે રાજકોટ) હોવાનું જણાવ્યુ હતુ.પોલીસે બાઇક નંબર જીજે-૦૩-એલએ-૬૭૧૪ ના આધારે પોકેટ કોપ એપમાં સર્ચ કરતા આ બાઇક ચોરીનું હોવાનું અને એક મહિના પહેલા યુવરાજનગર દશામાં ના મંદિર પાસે લાલપરી તળાવ બાજુમાંથી વાહન ચોરાયુ હોવાનું માલુમ પડતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here