રાજકોટઃ એસટીમાંથી મુસાફરોને લઈ જતાં સાત વાહનો ડીટેઈન દંડાયા

0
18
Share
Share

રાજકોટ, તા.૪

રાજકોટમાં એસટી બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાંથી નો પાર્કિંગ ઝોનનો ભંગ કરીને એસટી બસના મુસાફરો લઇ જતાં સાત ખાનગી વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ડિવિઝનની સિક્યુરિટી ટીમ દ્વારા ટ્રાફિક પોલીસની મદદથી ગઇકાલે નો પાર્કિંગ ઝોનનો ભંગ કરીને મુસાફરો લઈ જતા સાત વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા જેમાં એક મીની બસ, એક મેજીક, એક બોલેરો જીપ અને ચાર ઇકો કારનો સમાવેશ થાય છે. વાહનો ડિટેઇન કરી રુ.૩૫૦૦ના દંડની વસુલાત કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here