રાજકોટઃ અજાણી કાર હડફેટે બાઈક ચડતાં યાડર્નાં ડાયરેકટરનાં પુત્રનું મોત

0
24
Share
Share

રાજકોટ, તા.૧૬

શહેરનાં યુનિવર્સિટી રોડ પર નિલકંઠ પાર્કમાં રહેતા અરવિંદભાઈ લીંબાભાઈ સાકરીયા (ઉ.૫૩) નામના કારખાનેદાર સવારે પોતાનું બાઈક લઇ કારખાને જઇ રહ્યા હતા ત્યારે નાનામવા સર્કલ પાસે અજાણી કારે બાઈકને ઠોકરે લેતા પ્રૌઢ બાઈક પરથી પટકાયા હતા. જેથી તેમને ગંભીર ઇજા પહોંચતાં પ્રથમ સિવિલ બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

અરવિંદભાઈના પિતા લીંબાભાઈ માર્કેટીંગ યાર્ડના ડીરેક્‌ટર છે. બનાવ અંગે મૃતકના ભત્રીજા કરણભાઈ રસીકભાઈ સાકરીયાની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે અજાણી કારના ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા શોધખોળ શરુ કરી છે. બનાવની વધુ તપાસ એએસઆઈ ગીતાબેન પંડ્યા ચલાવી રહ્યાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here