રાજકોટઃરક્ષાબંધને મનપા દ્વારા મહિલા માટે નિઃશુલ્ક બસ સેવા

0
21
Share
Share

રાજકોટ તા.૧

રાજકોટ શહેરના મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. હાલમાં કોરોના મહામારીને કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાલમાં ૪૬ સિટી બસ તથા ૧૦ એ.સી. બસ દ્વારા બી.આર.ટી.એસ. બસ સેવા પુરી પાડવામાં આવી રહેલ છે.

તા.૦૩/૦૮/૨૦૨૦ સોમવારના રોજ રક્ષાબંધનના તહેવાર નિમિતે આ બંને બસ સેવામાં બહેનો માટે દરવર્ષની પરંપરા મુજબ ફ્રી બસ સેવા પુરી પાડવા નક્કી કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે પણ રક્ષાબંધનના તહેવાર તા.૦૩/૦૮/૨૦૨૦ સોમવારના રોજ દિવસ દરમ્યાન કોઈપણ રુટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે.

શહેરની બહેનો રક્ષાબંધન પ્રસંગ માટે સિટી બસની ફ્રી સેવાનો લાભ લેવા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા કમિશનરએ જણાવે છે તેમજ હાલમાં કોરોના મહામારી હોઈ માસ્ક પહેરવું તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું અને ભીડ ન થાય તેની ખાસ તકેદારી રાખવા અપીલ કરેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here