રાજકોટં રેલ્વે સ્ટેશન ખાતે મનપા દ્વારા એન્ટીજન ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપઃ એક મહિલા પોઝિટિવ આવતા હોમ આઇસોલેશન,અન્ય સંપૂર્ણ સ્વસ્થ

0
14
Share
Share

રાજકોટ તા.૧૫

મહાનગરપાલિકા અને રેલ્વે સાથે મળીને કોરોના પોઝિટિવ દર્દી કે શરદી, ઉધરસ કે તાવના દર્દીઓને શોધી કાઢી તેઓને ત્વરિત સારવાર મળી રહે તેવું આયોજન કર્યું છે. જેમાં જરુરિયાત મુજબ મુસાફરોના સ્ક્રીનિંગ અને એન્ટીજન ટેસ્ટ રાજકોટ મહાનગરપાલિકા તરફથી કરી આપવામાં આવે છે. અંતર્ગત આજે ઓડિસાના પૂરી ખાતેથી ઓખા જઈ રહેલી સ્પેશિયલ ટ્રેનનું સવારે ૦૭-૫૦ વાગ્યે રાજકોટ જંકશન ખાતે આગમન થયું હતું અને જેમાંથી ૬૭ મુસાફરો રાજકોટ જંકશન ખાતે ઉતર્યા હતા અને મનપાના આરોગ્ય શાખા દ્વારા તમામ મુસાફરોનું એન્ટીજન ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ જેમાંથી એક મહિલાને કોરોના પોઝિટિવ નોંધાયો હતો અને તેમને હોમ આઇસોલેશન સારવાર હેઠળ રાખવામાં આવેલ છે, તેમજ અન્ય મુસાફરો સંપૂર્ણ સ્વસ્થ છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.વહેલી સવારે ઓડિસાના પૂરી ખાતેથી રાજકોટ જંકશન ખાતે આવી પહોંચેલી સ્પેશિયલ ટ્રેનમાં આવેલ મુસાફરોનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હેલ્થ ચેકઅપ અને એન્ટીજન ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, આ ટ્રેનમાંથી કુલ ૬૭ મુસાફરો રાજકોટ જંકશન ખાતે ઉતર્યા હતા, સ્ટેશન ખાતે મનપાની આરોગ્ય ટીમ પહેલેથી જ સજ્જ હતી જેમણે આવતા મુસાફરોના ટેસ્ટીંગ અને ચેકઅપ કામગીરી કરી હતી તેમજ મુસાફરોના સામાનને સેનીટાઈઝ કરવામાં આવ્યા હતા. આવેલ ટ્રેન ૦૮ઃ૧૧ વાગ્યે રાજકોટ સ્ટેશન પરથી ઉપાડી આગળના સ્ટેશન ખાતે જવા રવાના થઇ ગઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here