રાજકુમાર રાવે ફિલ્મનું ટાઇટલ ’હમ દો હમારે દો’ના બદલે ’સેકન્ડ ઈનિંગ’ કરાવ્યું

0
23
Share
Share

મુંબઈ,તા.૨૮

ફિલ્મ મેડ ઇન ચાઇનાની નિષ્ફળતા બાદ એક્ટર રાજ કુમાર રાવે ક્રિટિકલ અપ્રોચ અપનાવી લીધો છે. રાજકુમારે હાલમાં જ દિનેશ વિજનના બેનર હેઠળની એક ફિલ્મનું શૂટિંગ ચંદીગઢમાં પુરુ કર્યું છે. પહેલા આ ફિલ્મનું ટાઇટલ હમ દો હમારે દો હતું. પરંતુ હવે આ ફિલ્મનું ટાઇટલ સેકન્ડ ઈનિંગ કરવામાં આવી રહ્યુ છે. ટાઇટલ બદલવાનો આઇડિયા રાજકુમારે જ આપ્યો હતો. જેનો અમલ દિનેશ વિજને કર્યો. જેનું કારણ ફિલ્મની સ્ક્રિપ્ટ હોવાનું મનાય છે. ફિલ્મ પરિવાર નિયોજન પર આધારિત છે, સમાજમાં અને રાજનીતિમાં ઘણાં એવા લોકો છે જે પરિવાર નિયોજન વિરુદ્ધ છે, જેથી તેઓ વિવાદ સર્જી શકે, આ ફિલ્મમાં રાજકુમાર સિવાય કૃતિ સેનન અને પરેશ રાવલ લીડ રોલમાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here