રાજકારણ પ્રત્યે સુગ

0
37
Share
Share

આપણા દેશની વિડબણા ગણો કે પ્રજાનો સ્વભાવ ! આ દેશની સરેરાશ પ્રજા રાજકારણ અને રાજરાણીઓ વિશે છુપી સુગ ધરાવે છે. રાજકારણ એટલે ગંદકી, ખંધાઈ, વિશ્વાસઘાત, અને ક્રુરતા! મોટાભાગના ભારતીયોની માનસિકતા આવી છે. તેઓ રાજકીય વ્યક્તિઓથી અંજાય છે, મત આપે છે, એમનો જય જયકાર કરે છે તોય રાજકારણ વિશે સારું વિચારતી નથી. ખરેખર તો દરેક વ્યક્તિની અંદર એક છુપો રાજકરાણી પડેલો હોય છે એટલે તે યા તો રાજકીય વ્યક્તિઓની પૂજા કરે છે યા વિરોધ. વાસ્તવમાં રાજકારણ હિમતવાન લોકોનું ક્ષેત્ર છે, જ્યાં કાચાપોચાનું કામ જ નથી.આપણા દેશમાં કશા જ કારણ વગર વગોવાયેલું, બદનામ થયેલું અને સતત નિંદાનો ભોગ બનેલું કોઈ ક્ષેત્ર હોય તો એ છે રાજકારણ અને રાજકીય વ્યક્તિઓ. ભારતની બહુધા પ્રજા રાજકારણ વિશે પોતાનો અણગમો એક યા બીજી રીતે વ્યક્ત કર્યા વગર રહી શકતી નથી. રાજકીય ક્ષેત્રના મહારર્થીઓથી માંડીને નાના પદાધિકારી સુધીના લોકો પ્રજાના અણગમાના ભોગ બનતા હોય છે. રાજકીય લોકો તરફ પ્રજાને જે માન હોવું જોઈએ તે નથી. અત્યાર સુધી એક પણ એવો રાજકીય નેતા પેદા નથી થયો જેને સમસ્ત પ્રજાએ ચાહ્યો હોય. એટલું જ નહીં ચુંટાયા હોય અને થોડા જ સમય બાદ ફેર ચુંટણી થાય ત્યારે ચુંટાયેલા પ્રતિનિધિઓ હારી જવાના બનાવો બનેલા છે. જોકે રાજકીય વ્યક્તિ ક્યારેય સર્વ સ્વીકૃત ન જ હોય. તેમ છતાં પ્રજા જેને મત આપ્યા હોય તેને જ વગોવતી હોય છે. જોકે આપણા દેશના રાજકારણનું સમાજશાસ્ત્ર જ વિચિત્ર છે. વળી પક્ષીય ધોરણે ચુંટણી લડવાની રણનિતી અને જીતેલા કે હારેલા નેતાઓની નાદાનિયત પણ ક્યારેક સમગ્ર રાજકારણને વગોવવા માટે જવાબદાર હોય છે. પરંતુ આપણી પ્રજા હજુય એક ભાવુક મનોસ્થિતિમાં જીવે છે અને ચુંટાયેલા પ્રતિનિધીઓને માલિકી ભાવથી જુએ છે. મત આપ્યા પછી એમ માને છે કે રાજકારણીઓએ ફટાફટ નિર્ણયો લેવા જોઈએ. પ્રજાના કામો ચપટી વગાડતા થઈ જવા જોઈએ. ભારતીય નાગરિક મત આપ્યા પછી પોતાની જવાબદારીઓથી હાથ ખંખેરી લેતો હોય છે. તે માને છે કે મારે કશું કરવાનું નથી, જે કરશે તે સરકાર કરશે. નાગરિક એ ભુલી જાય છે કે રાજકીય ક્ષેત્ર કોઈ સેવા મંડળ નથી. અને ચુંટાયેલા પ્રતિનિધિઓ સરહદે બંદૂક તાણીને ઊભેલા સૈનિકો નથી.દરેક વ્યક્તિને પોતાની પસંદગીનું એક ક્ષેત્ર હોય છે તેમ રાજકીય ક્ષેત્ર પણ એક પસંદગીનું કામ છે. જોકે વર્તમાન સ્થિતિ જરા વિચિત્ર છે એમા ના નહીં. રાજકારણ વ્યક્તિગત અને જન્મગત કૌશલ્યો ધરાવતી વ્યક્તિઓનું ક્ષેત્ર છે. લોકપ્રિય પક્ષ ટીકિટ આપી દે અને ચુંટાઈ આવ્યા પછી કોઈ પોતાને રાજકારણી માનવા લાગે એ જુદી સ્થિતિ છે. પણ વાસ્તવમાં રાજકીય વ્યક્તિઓ જન્મે છે, બનતા નથી. આ જ ક્ષેત્ર એવું છે જેમા ભણતરની કોઈ ડીગ્રી કામ આવતી નથી.. ભારતીય રાજકારણમાં જ્યાં ભણેલા લોકો નિષ્ફળ ગયા છે ત્યાં ઓછું ભણેલા લોકો સફળ રહ્યાના દાખલા છે. મોટી ડીગ્રી ધરાવતા અને પ્રખર બિધ્ધિશાળીઓ નિષ્ફળ ગયા છે તો અલ્પ શિક્ષિત અને અણઘડ એવા લોકો પ્રજામાં પ્રિય રહ્યા છે. તેમણે વર્ષો સુધી રાજકારણમાં પોતાનો ડંકો વગાડ્યો છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહેલા અને આક્રમક મિજાજ ધરાવતા ઉમાભારતી ફક્ત છ ધોરણ પાસ છે. એવા જ મેનકા ગાંધી ઈન્ટર મીડીએટ છે, બિહારનું શાસન ચલાવી ચુકેલા રાબડી દેવી સાવ અભણ છે. દક્ષિણના રાજકીય મહારથી કરુણાનિધિ નવમું ધોરણ પાસ હતા, અશોક ગજપતિ રાજુનો અભ્યાસ હાઈસ્કુલ સુધીનો જ છે. આવા તો કેટલાય દાખલા છે. અહીં એમનો અભ્યાસ ભલે ઓછો છે પણ તેઓ રાજકારણમાં સફળ રહ્યા છે. વાત ફરી ફરીને ત્યાં જ આવીને ઊભી રહે છે કે રાજકારણ માત્ર બુધ્ધિ પ્રતિભાથી કે પૈસાદાર હોવાથી નથી ચાલતું. આ ક્ષેત્રમાં લોહી સાથે આવેલી રાજકીય કુનેહ કામ આવે છે.રાજકારણીઓ જુદી માટીના બનેલા હોય છે. સખત પુરુષાર્થ અને ઝનુન તેમના લોહીમાં હોય છે. ગમે તેવા મોટા આઘાતને પચાવી જવાની તેમનામાં ક્ષમતા હોય છે. આ કારણે જ જે પીઢ રાજકારણી હોય છે તે જય પરાજય કરતા તેની સામે જ તક આવે છે તેને વધારે મહત્વ આપતો હોય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here