રાખીએ બિગ બોસના ઘરને અનાથ આશ્રમ ગણાવ્યું

0
24
Share
Share

મુંબઈ,તા.૨૦

બિગ બોસ ૧૪માં રાખી સાવંત અને નિકી તંબોલીની દુશ્મનીનો અંત આવે તેવું લાગતું નથી. જ્યારે પણ તક મળે ત્યારે રાખી નિકીને ટોન્ટ મારવાનું, મજાક ઉડાવાનું કે તેની સાથે સ્પર્ધામાં ઉતરવાનું ચૂકતી નથી. બિગ બોસ ૧૪ના લેટેસ્ટ એપિસોડમાં વિશ વેલ ટાસ્ક દરમિયાન નિકી તંબોલીને ૬ લાખ રૂપિયા લઈને શો છોડવાની ઓફર કરાઈ હતી. પરંતુ તેણે રૂપિયા લેવાના બદલે શોમાં રહેવાનું પસંદ કર્યું. ઓફર નકારતાં નિકીએ કહ્યું હતું કે, તે આ રકમમાંથી મેકઅપ પ્રોડ્‌ક્ટ્‌સ ખરીદી શકે છે. રાખીએ નિકીનું આ વાક્ય યાદ રાખી લીધું અને વારંવાર આ વાત સંભળાવતી રહી. રાખી કેમેરા સામે જોઈને પણ કહી રહી હતી કે, નિકી એટલી પૈસાદાર છે કે તેના જીવનમાં ૬ લાખ રૂપિયાનું કોઈ મહત્વ નથી. બીજા દિવસે સવારે રાખી પોતાના જ મૂડમાં હતી અને ઘરના બાકીના સભ્યો સાથે વાતો કરવાનો ડોળ કરી રહી હતી. નિકીનો ઉલ્લેખ કરતાં રાખી બોલી, આ આવી મોટી હીરોઈન બનવા, ખૂબ લટકા ઝટકા સાથે ચાલે છે, બંધ કર ચલ. આવી મોટી સાત લાખનો મેકઅપ ખરીદવા. આ બિગ બોસ હાઉસ અનાથ આશ્રમ છે. અહીં અમીર બાળકોનું કંઈ કામ નથી. સમજી, આ બોર્ડિંગ સ્કૂલ છે. અગાઉ ટાસ્ક પહેલા પણ રાખી સાવંત કેમેરા સાથે વાતો કરતી જોવા મળી હતી. તેણે કહ્યું હતું કે નિકીને પૈસા નથી જોઈતા. તે શોમાં રહીને લડવા માગે છે. જો તે આઉટ થઈ જાય તો મારા જીતવાના ચાન્સ વધી જાય છે અને રૂબિનાને પણ મારી સાથે વાત કરવી પડશે. જો નિકી બહાર જતી રહે તો રૂબિના પાસે મારી સાથે વાત કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં બચે. પછી અમે ચાર (રાહુલ, અલી, રાખી અને રૂબિના) ફિનાલેમાં હોઈશું. ગત એપિસોડમાં રાખીએ નિકી પર નિશાન સાધ્યું સાથે જ અલી ગોનીની પણ મજાક ઉડાવી હતી. પોતાની મા સાથે વિડીયો કૉલ પર વાત કરીને અલી ભાવુક થઈ ગયો હતો અને ખૂબ રડ્યો હતો. ત્યારે રાખીએ અલીએ મા સાથે વાતચીત દરમિયાન કહેલા વાતના ચાળા પાડ્યા હતા. તેણે પોતાની મા સાથે સરખામણી કરી હતી. રાખીએ કહ્યું હતું કે, મારી મમ્મીનું ઓપરેશન હતું પણ મને ખબર હતી કે તે સરસ થઈ જશે કારણકે તે મજબૂત મહિલા છે. ઈશ્વર તેનું ધ્યાન રાખશે. મને પણ થયું હતું કે, હું ઓપરેશન પહેલા મમ્મી સાથે વાત કરું પણ મેં ના કરી કારણકે મને ખબર છે તે સ્ટ્રોન્ગ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here