રાઉતનો સવાલઃ અમારા પર પ્રશ્નો ઉઠાવનારા સાવરકરને ભારત રત્ન કેમ નથી આપતા?

0
24
Share
Share

મુંબઈ,તા.૨૬

કૉંગ્રેસ દ્વારા વિનાયક દામોદર સાવરકરની ટિકા કરવા પર મૌન સાધવાને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યાના એક દિવસ બાદ શિવસેનાએ વળતો પ્રહાર કરતા સોમવારના પૂછ્યું કે ભાજપે પૂર્વ હિંદુત્વ વિચારકને અત્યાર સુધી ભારત રત્ન કેમ ના આપ્યો? કૉંગ્રેસ રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેનાની સહયોગી છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી આ ગઠબંધનમાં ત્રીજુ સહયોગીદળ છે. શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન ‘મહાન અને હિંદુત્વવાદી નેતા’ સાવરકરને આપવું જોઇએ. શિવસેનાની વાર્ષિક દશેરા રેલી દરમિયાન રવિવારના પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કોવિડ-૧૯ની સ્થિતિના કારણે વિશાળ શિવાજી પાર્કની જગ્યાએ દાદર વિસ્તારમાં સાવરકર હૉલમાં પોતાનું સંબોધન આપ્યું હતુ.

પ્રદેશ ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે ત્યારબાદ સત્તાધારી દળ પર સત્તા માટે હિંદુત્વની સાથે બાંધછોડ કરવાનો આરોપ લગાવ્યો. ઉપાધ્યાયે કહ્યું કે, “ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસ દ્વારા સાવરકરની ટિકા કરવા પર એક શબ્દ નથી કહ્યો અને હવે તેમણે સાવરકર સભાગૃહથી દશેરા રેલીને સંબોધિત કરવી પડી.” તેમની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા રાઉતે સોમવારના કહ્યું કે, શિવસેના ક્યારેય સાવરકર સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચૂપ નથી રહી અને ક્યારેય આવુ કરશે પણ નહીં. ભાજપનું નામ લીધા વગર સંજય રાઉતે કહ્યું કે, “પાર્ટીએ સાવરકર પર શિવસેનાના વલણને લઇને ઇતિહાસ ખંગાળવો જોઇએ. તેમણે કહ્યું કે, વીર સાવરકર હંમેશાથી શિવસેના અને હિંદુત્વના પ્રેરક રહ્યા છે. જે લોકો અમારા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે,

તેઓ સાવરકરને ભારત રત્ન કેમ નથી આપતા?” રાઉતે જાણવા ઇચ્છ્યું કે, “તમે પોતાના છેલ્લા ૬ વર્ષના શાસનમાં અનેક લોકોને આ પુરસ્કાર આપ્યો. વીર સાવરકરને ભારત રત્ન આપવામાં શું સમસ્યા હતી?” મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ ગત વર્ષે શિવસેનાએ રાજ્યમાં લાંબા સમયથી તેની સહયોગી રહેલી ભાજપનો સાથ છોડી દીધો. શિવસેનાએ સત્તામાં ભાગેદારી અને વારા ફરથી મુખ્યમંત્રી પદ સંભાળવાના મુદ્દા પર એક મંતવ્ય ના થયા બાદ આ પગલું ઉઠાવ્યું હતુ.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here