રહેણાંક વીજ ગ્રાહકોનું ૧૦૦ યૂનિટ સુધીનું વીજ બિલ માફ

0
14
Share
Share

ગાંધીનગર,તા.૨૩

મહામારી કોરોનાને પગલે રાજ્ય સરકારે ૧૪ હજાર કરોડનું પેકેજ આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજમાં માસિક ૨૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું ૧૦૦ યુનિટનું વીજ બિલ એક વખત માટે માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ૬૦૦ કરોડના વીજ બિલ માફીનો લાભ રાજ્યના અંદાજે ૯૨ લાખ વીજ ગ્રાહકોને મળશે. આ અંગે સરકારે ઠરાવ કરી દીધો છે. જેનો ગ્રાહકોને હવે પછીના બિલમાં લાભ આપવામાં આવશે.

રાજ્ય સરકારના આ ઠરાવ મુજબ રહેણાક વીજ ગ્રાહકોના લોકડાઉન પહેલાનું છેલ્લું મીટર રીડિંગ અને ત્યારબાદના પ્રથમ મીટર રીડિંગના તફાવતનો પ્રતિદિન વીજ વપરાશમાં ગણતરી કરીને તેને ૩૦ દિવસ સાથે ગુણીને જો વીજ વપરાશ માસિક ૨૦૦ યુનિટ અથવા તો તેનાથી ઓછો હોય તો તે વીજ ગ્રાહક એક વખતની રાહત માટે પાત્રતા ધરાવશે અને તેવા વીજ ગ્રાહકોને મહત્તમ ૧૦૦ યુનિટ તથા એક માસનો ફિક્સ્ડ ચાર્જ માફ કરવામાં આવશે.

આ રાહતનો લાભ રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીઓના પાત્રતા ધરાવતા નાના અને મધ્યમ વર્ગના રહેણાંકના વીજ ગ્રાહકોને હવે પછીના બિલમાં આપવામાં આવશે. આ રાહત માટે થનારું નાણાંકીય ભારણ રાજ્ય સરકાર દ્વારા વીજ વિતરણ કંપનીઓને ચૂકવવામાં આવશે. તેમજ સરકાર દ્વારા માફ કરવામાં આવેલી રકમનો વીજ બિલમાં ઉલ્લેખ કરવો પડશે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here