રહાણેના નેતકૃત્વમાં ખેલાડીઓ દબાણમુક્ત હોય છેઃ શેન લી

0
22
Share
Share

મેલબર્ન,તા.૨

ઓસ્ટ્રેલિયાને તેની ધરતી જ પર અનુભવી ટીમની મદદથી હરાવીને વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે રાતો રાત હીરો બની ગયો છે. એવામાં હવે સવાલ ઉઠી રહ્યા છે કે રેગ્યુલર કેપ્ટન વિરાટ કોહલીની જગ્યાએ અજિંક્ય રહાણેને જ કેપ્ટન કેમ ન બનાવી દેવામાં આવે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન લીનું માનવું છે કે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમના ખેલાડી ડર્યા ડર્યા જોવા મળે છે. રહાણે ભારતની કેપ્ટનશિપ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

શેન લીએ એક વાતચીતમાં કહ્યું કે, ‘વિરાટ કોહલી વિશ્વના શ્રેષ્ઠ બેટ્‌સમેનમાંથી એક છે પરંતુ વિરાટ કોહીલની કેપ્ટનશિપમાં ખેલાડી ડર્યા ડર્યા રહે છે. વિરાટ કોહલી ખૂબ જ પ્રોફેશનલ વાતાવરણ ઇચ્છે છે. બધા ખેલાડીઓએ ફિટ રહેવું જરૂરી હોય છે, ફીલ્ડિંગમાં સારું પ્રદર્શન કરવાનું હોય છે, ખેલાડી થોડા ડરેલા હોય છે. મેં રહાણેની કેપ્ટનશિપમાં ખેલાડીઓને દબાણમુક્ત જોયા છે.’

શેન લી ઓસ્ટ્રેલિયા માટે ૪૫ વનડે મેચ રમી ચૂક્યા છે. તેણે કહ્યું કે, તમે કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેને જુઓ. હું તેને ૧૦માંથી ૧૦ પોઈન્ટ આપીશ. તેઓ શાનદાર રહ્યા છે. તેમણે સારી રીતે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. હું રહાણેને જ ભારતીય ટીમના કેપ્ટન તરીકે પસંદ કરીશ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here