રસ્તો ક્રોસ કરી રહેલી મહિલાએ ચાર વાહનોને અડફેટે લીધા, ઘટના સીસીટીવીમાં કેદ

0
20
Share
Share

સુરત,તા.૧૦

સુરતના યોગી ચોક પાસે રોંગ સાઈટ જતી મહિલાને કારણે અકસ્માત સર્જાયો હતો. જેને પગલે મહિલા સાથે રોડ ક્રોસ કરતી વેળાએ અડફેટે આવેલા વાહનચાલકો અને મહિલાને ઈજા થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વરાછા વિસ્તારના યોગી ચોક પાસે મહિલા દ્વારા અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. રોંગ સાઈડ જતી મહિલા સાથે અકસ્માત સર્જાયો હતો.

મહિલા પોતાના વેહિકલ દ્વારા રસ્તો ક્રોસ કરી રહી હતી, મહિલા રોંગ સાઈડથી રસ્તો ક્રોસ કરવા જઈ રહી હતી. આ સમયે ક્રોસ રોડ પર ૩ થી ૪ વાહનચાલકોને મહિલાએ અડફેટે લીધા હતા. અચાનક એકસાથે આટલા વાહનો અથડાતા લોકો દંગ રહી ગયા હતા અને ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જો કે અકસ્માતમાં મહિલા સાથે રોડ ક્રોસ કરતી વેળાએ અડફેટે આવેલા એક વાહનચાલક અને મહિલાને ઈજા થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here