રસ્તા પર ધ્યાન જરૂરી

0
8
Share
Share

દેશમાં મોટા ભાગના વિસ્તારોમાં આજે પણ પરિવહનની સુવિધા અપેક્ષા પ્રમાણે નબળી છે. સાથે સાથે માર્ગોની પણ હાલત કફોડી બનેલી છે. બીજી બાજુ આશા  ચીજ જ એવી છે તે જેટલી વહેલી તકે જાગે છે તેટલી જ ઝડપથી તુટી પણ જાય છે.  દેશમાં મુખ્ય રસ્તાના કારણે સામાન્ય લોકોથી લઇને પ્રધાનો, મુખ્યપ્રધાન અને ન્યાયાલય પર નાખુશ છે. વારંવાર ફટકાર લગાવી દેવામાં આવે છે છતાં સંબંધિત અધિકારીઓના પેટના પાણી પણ હલતા નથી. હાઇકોર્ટની સતત નારાજગી બાદ કેન્દ્રિય માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરી અને માહિતી પ્રસારણ હવે સાવધાન દેખાઇ રહ્યા છે. કોરોના વાયરસના દોરમાં તમામ પ્રવૃતિ ઠપ્પ થઇ  ગઇ છે. વિલંબના કારણે તમામ પ્રોજેક્ટના ખર્ચ વધી રહ્યા છે. મજુરો રહ્યા નથી. જેથી એક પછી એકનવા પડકારો આવી રહ્યા છે. સંબંધિત વિભાગના અધિકારીઓ કેટલી લાપરવાહી દર્શાવી રહ્યા છે. તેમના કારણ ખર્ચ અનેક ગણો વધી ગયો છે. અધિકારીઓની લાપરવાહીની કિંમત સામાન્ય પ્રજા ચુકવી રહી છે. રાજમાર્ગોના કામ પૂર્ણ નહી થવાના કારણે દરરોજ સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે કિંમત ચુકવવાની ફરજ પડી રહી છે. પ્રોજેક્ટના ખર્ચમાં ૧૪૦૦ કરોડ રૂપિયાનો વધારો પણ સામાન્ય રીતે લોકોના માથે જ પરોક્ષ રીતે આવનાર છે. નિર્માણમાં થઇ રહેલા વિલંબના કારણે હવે વડાપ્રધાન કચેરી દ્વારા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. હાઇકોર્ટ અને કેન્દ્રિય પ્રધાનની નારાજગી બાદ હવે કામ વહેલી તકે પૂર્ણ થાય તેવી આશા જાગી છે. વડાપ્રધાન કચેરીએ દરમિયાનગીરી કર્યા બાદ સ્થિતી સુધરે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. વાત રાજમાર્ગની જ નહી બલ્કે તમામ બાબતોની રહેલી છે. દેશમાં રાજમાર્ગ જ નહી બલ્કે કોઇ જ સામાન્ય પ્રોજેક્ટ તેના નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય છે. કોઇ પ્રોજેક્ટ ટેકનિકલ ખામીના કારણે અટવાઇ પડે છે તો કોઇ કોર્ટમાં અરજીના કારણે અટવાઇ પડે છે. કેટલાક મામલે અધિકારીઓમાં તાલમેળ નહી હોવાના કારણે અટવાઇ પડે છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે વારંવારની ફટકાર છતાં જે લોકોના પેટના પાણી પણ હાલતા નથી તેવા લોકોને પાટા પર કઇ રીતે લાવવામાં આવે. જે લોકો એક કાનથી સાંભળીને બીજા કાનથી વાત કાઢી નાંખે છે તે લોકોને સીધા કઇ રીતે કરવામાં આવે તે જટિલ પ્રશ્ન છે. આવા લોકોને પાટા પર લાવવા માટે બીજા રસ્તા અપનાવવાની જરૂર છે. કોઇ પણ પ્રોજેક્ટ શરૂ કરતી વેળા જ આવા અધિકારીઓને તાકીદ કરી દેવી જોઇએ કે આ પ્રોજેક્ટ આટલા ગાળામાં જ પૂર્ણ કરવા પડશે. વિલંબ થવાની સ્થિતીમાં ખર્ચ વધે છે. જેથી જો વિલંબના કારણે ખર્ચ વધશે તો તેની ભરપાઇ કરવાની જવાબદારી અધિકારીઓની રહેશે. જો એકબે પ્રોજેક્ટમાં આવુ થશે તો લાપરવાહ અધિકારીઓ પહેલાથી પાટા પર આવી જશે. રાજમાર્ગ અને બીજા માર્ગોના નિર્માણ વર્ષોથી અટવાઇ રહે છે. તેમને વહેલી તકે આગળ વધારવા માટે અમલીકરણ પર ખાસ ઘ્યાન આપવાની જરૂર છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here