રસેલ અને કાર્તિકની વચ્ચે કોઈ મન-મોટાવ નથીઃ ડેવિડ હસી

0
10
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૪

જાણીતી ટી-૨૦ લીગની આગામી સીઝન શરૂ થવામાં હવે થોડોક સમય બાકી છે. આવામાં તમામ ટીમોના ખેલાડી સખ્ત મહેનત કરી રહ્યા છે અને સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે પૂર્વ આઈપીએલ ચેમ્પિયન કોલકાતા નાઇટરાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિક અને દિગ્ગજ ઑલરાઉન્ડર આન્દ્રે રસેલની વચ્ચે મન-મોટાવ ચાલી રહ્યો છે. હવે પૂર્વ ઑસ્ટ્રેલાઈ ક્રિકેટર અને કેકેઆરના મેન્ટર ડેવિડ હસીએ આના પર જવાબ આપ્યો છે.

કેકેઆરે ગત સીઝનના ખરાબ પ્રદર્શન બાદ પોતાની કોચિંગ ટીમમાં બદલાવ કર્યો. કેટલાક ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા, પરંતુ કાર્તિકને જાળવી રાખવામાં આવ્યો. પોતાના કેરિયરમાં ૩૦૦થી વધારે ટી-૨૦ મેચ રમનારા ડેવિડ હસીએ કહ્યું કે રસેલ અને કાર્તિકની વચ્ચે કોઈ મન-મોટાવ નથી. તેમણે કહ્યું કે, બંને ખેલાડીઓની વચ્ચે કોઈ વિવાદ નથી, પરંતુ થોડો-ઘણો તેમની વચ્ચે બ્રોમાન્સ છે. તેમણે કહ્યું કે, “કાર્તિક અને રસેલ એકબીજાની ઘણા નજીક છે, જે ટીમ માટે સારું છે. કાર્તિક હંમેશા પોતાના ખેલાડીઓને સપોર્ટ કરે છે જે સારી લીડરશિપનું ઉદાહરણ છે. કાર્તિકને ફક્ત મેચ જીતવાથી મતલબ હોય છે.

આઈપીએલની ગત સીઝનમાં કેકેઆરે સતત હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સમાં રસેલે દિનેશ કાર્તિકની કેપ્ટનશિપની ટીકા કરી હતી અને કહ્યું હતુ કે તેને બેટિંગ ઑર્ડરમાં ઉપર નથી મોકલવામાં આવતો. કાર્તિકની આગેવાની ટીમ કેકેઆર ગત વર્ષે પાંચમાં સ્થાને રહી અને પ્લેઑફમાં જગ્યા ના બનાવી શકી. કેકેઆરે ગત સીઝનમાં ૧૪ મેચમાંથી ૬ મેચમાં જીત મેળવી હતી અને ૮ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here