રસી સંગ્રહ માટે લઘુત્તમ તાપમાન માઇસન ૭૦ ડિગ્રી તાપમાન ભારતમાં મોટો પડકાર

0
15
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૨

ભારતમાં કોરોનાનો કહેર વરસાવાનું હજુ પણ ચાલુ છે. આ બધાની વચ્ચે વેક્સીન સંગ્રહણ એ ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રસી વિતરણ અંગે વ્યૂહરચના બનાવાની જરૂર છે. પરંતુ એક એવું કારણ સામે આવ્યું છે જેના કારણે ભારતમાં રસી સંગ્રહ એક મોટો પડકાર છે.

તાજેતરમાં અમેરિકા સ્થિત ફાર્મા કંપની ફાઇઝરએ જાહેરાત કરી હતી કે તેમની રસી ટ્રાલયમાં ૯૦% કરતાંથી પણ વધુ અસરકારક છે. દરમિયાન ભવિષ્યમાં આરોગ્ય મંત્રાલયે ભારતમાં રસીની ઉપલબ્ધતા અંગે પ્રયાસો શરૂ કર્યા, પરંતુ રસી સંગ્રહ પરનો પેચ ફસાઇ ગયો. એવી રસી વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવી રસીના સંગ્રહ માટે માઈનસ ૭૦ ડિગ્રી સેલ્સિયસની જરૂર પડશે.

દિલ્હી સ્થિત એઈમ્સના ડિરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયા એ બુધવારે જણાવ્યું હતું કે રસી સંગ્રહવા માટે જરૂરી લઘુત્તમ તાપમાન માઈનસ ૭૦ ડિગ્રી સેલ્સિયસ છે તે ભારતમાં એક મોટો પડકાર છે. ખાસ કરીને નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં આવી ઠંડી સુવિધાઓ જાળવવી ખૂબ મુશ્કેલ હોય છે.

જો કે અહેવાલો અનુસાર કોલ્ડ ચેઇનને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેથી કોરોના રસી દેશભરમાં ઉપલબ્ધ થઇ શકે, કારણ કે રસી ઉપલબ્ધ કરાવનાર મોટાભાગની કંપનીઓને કોલ્ડ સ્ટોરેજની જરૂર પડશે.

અમેરિકન કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોટેક આ રસી પર મળીને કામ કરી રહી છે. કંપનીનો દાવો છે કે તેની રસી ૯૦ ટકાથી વધુ અસરકારક સાબિત થઈ છે. આ દાવો ટ્રાયલના ત્રીજા તબક્કા બાદ કરવામાં આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here