રશ્મિ દેસાઈએ માતા સાથેની સુંદર તસવીરો શેર કરી

0
26
Share
Share

રશ્મિ દેસાઈએ શોર્ટ ડ્રેસ પહેર્યો છે, માતાએ ટોપ અને સ્કર્ટ પહેર્યું છે જેની તસવીરો અભિનેત્રીએ શેર કરી છે

મુંબઈ,તા.૨૦

રશ્મિ દેસાઈએ સોશિયલ મીડિયા પર પોતાની મમ્મી રસિલા સાથેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મા-દીકરી વચ્ચેનું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. આ તસવીરોની સાથે તેણે ફેન્સ પાસેથી કેપ્શન પણ માગ્યું છે. આ તસવીરો માત્ર એક્ટ્રેસના ફેન્સને જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડસને પણ પસંદ આવી રહી છે. એક્ટ્રેસ સુપ્રિલા શુક્લાએ કોમેન્ટ કરીને રશ્મિને તેની માતાનો પડછાયો ગણાવી છે. તો હિમાંશી ખુરાનાએ લખ્યું છે કે, મા મજબૂત છે. આરતી સિંહે લખ્યું છે કે, મમ્મીની જાન. તો મા-દીકરીની આ તસવીરો પર હિના ખાને લખ્યું છે કે અનકંડિશનલ લવ. તસવીરોની વાત કરીએ તો, રશ્મિ દેસાઈએ શોર્ટ ડ્રેસ પહેર્યો છે, જ્યારે તેની માતાએ ટોપ અને સ્કર્ટ પહેર્યું છે. એક તસવીરમાં રશ્મિની માતા તેને ઉંચકતી તો બીજી તસવીરમાં રશ્મિ માતાને ઉંચકતી જોવા મળી રહી છે. આ સિવાય બંનેએ પોતાના પાલતુ શ્વાન સાથે પણ પોઝ આપ્યો છે. શરૂઆતમાં રશ્મિ દેસાઈ અને તેની મમ્મી વચ્ચે અબોલા હતા અને આ વાત એક્ટ્રેસે બિગ બોસ ૧૩ના ઘરમાં પણ કહી હતી. જો કે, સમય જતા મા-દીકરી વચ્ચે વણસેલા સંબંધો સુધર્યા હતા અને હાલ તેમની વચ્ચે બધુ સામાન્ય છે. થોડા મહિના પહેલા રશ્મિએ તેના અને તેની માતા રસિલા વચ્ચેના સંબંધો વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, હવે મારા પરિવારમાં બધુ નોર્મલ છે. હું જ્યારે બિગ બોસના ઘરમાં હતી ત્યારે મારી માતાએ મારા શું-શું કર્યું તેના વિશે મને જાણ નથી. શોમાં ફેમિલી વીક દરમિયાન જ્યારે મારા ભાઈના બાળકો બિગ બોસના ઘરમાં આવ્યા ત્યારે આ બધું જાણવા મળ્યું. મને સમજાયું કે, મારો પરિવાર મારી સાથે છે અને તેઓ મને સપોર્ટ કરી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here