રશિયા સાથેની ડીલમાં ભારતને કોઇ છૂટ આપવામાં નહિ આવેઃ અમેરિકા આગબબૂલા

0
19
Share
Share

વોશિંગ્ટન,તા.૧૬

ભારત અરબો રૂપિયાની રક્ષા ડીલ પર રશિયા પાસેથી મિલાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ ખરીદી રહ્યું છે. પણ આ ડીલને લઈને અમેરિકા ભડકી ઉઠ્યું છે. અમેરિકાએ કહ્યું કે રશિયાની સાથે આ ડિફેન્સ ડીલ માટે અમેરિકા તરફથી ભારતને કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં.

રક્ષા એક્સપર્ટે કહ્યું કે, રશિયાની સાથે કરવામાં આવી રહેલી ૫.૫ અરબ ડોલરની આ ડીલને લઈને અમેરિકા ભારત પર પ્રતિબંધ લગાવી શકે છે. આવી જ એક ડીલ માટે અમેરિકાએ તુર્કી પર પ્રતિબંધ લગાવ્યો હતો.

ભારત અરબો રૂપિયા આપીને રશિયા પાસેથી ૫ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ એસ-૪૦૦ ખરીદી રહ્યું છે. પણ ટ્રમ્પ પ્રશાસન ભારત પર આ ડીલને રદ કરવા માટે દબાણ કરી રહી છે. અમેરિકાએ કહ્યું કે, જો ભારતને અમેરિકાની સાથેનો ટકરવા રોકવો છે તો તેને આ ડીલને રદ કરવી જોઈએ. અમેરિકાએ કહ્યું કે, ૨૦૧૭માં બનેલા અમેરિકી કાનૂન અનુસાર ભારતને રશિયા સાથે મિસાઈલ ખરીદવાને લઈને છૂટ આપવામાં આવી શકતી નથી.

માનવામાં આવી રહ્યું છે કે ૨૦ જાન્યુઆરીએ અમેરિકામાં જો બાઈડેનના નેતૃત્વમાં નવી સરકારનો કાર્યકાળ શરૂ થવા છતાં પણ આ નીતિમાં ફેરફાર કરવામાં આવશે નહીં. બાઈડેન પ્રશાસને રશિયાની સામે સખત નીતિ લાગુ કરવાના સંકેત આપ્યા છે. અને તેની અસર ડીલ ઉપર પણ પડી શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here