રશિયામાં ૧૫ વર્ષમાં પ્રથમવાર દેશની વસ્તીમાં પાંચ લાખનો ઘટાડો…!!

0
35
Share
Share

મોસ્કો,તા.૩૦

મહાસત્તા અમેરિકાને પણ હંફાવી શકવાની તાકાત ધરાવનાર રશિયામાં ૨૦૨૦ ના વર્ષમાં પાંચ લાખ લોકોની વસતી ઓછી થઈ છે.

રશિયન સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ૧૫ વર્ષમાં પહેલી વાર દેશની વસતીમાં પાંચ લાખનો ઘટાડો નોંધાયો છે. પાંચ લાખની વસતી ઘટવા પાછળ કોઈ સત્તાવાર કારણ તો જાહેર કરાયું નથી પરંતુ નિષ્ણાંતો વસતીના ઘટાડા પાછળ કોરોના મહામારીને જવાબદાર ગણી રહ્યાં છે. ૨૦૨૦ માં જાન્યુઆરીથી નવેમ્બર સુધી દેશમાં ૨,૨૯,૭૦૦ લોકોના મોત થયા હતા. ૨૦૧૯ માં ૧૩ ટકા ઓછા મોત થયા હતા.પ્રમુખ વ્લાદમિર પુતિને વસતી વધારવા પર ખાસ ભાર મૂ્‌ક્યો હતો. વસતી ઘટવા પાછળ તેમને ઓછી આવકને જવાબદાર ગણાવી હતી.

નિષ્ણાંતો વસતી ઘટાડા માટે જવાબદાર ગણાતા બે કારણો જણાવી રહ્યાં છે. પહેલું, યુવાન અને શિક્ષિત લોકો દેશ છોડીને પલાયન થઈ રહ્યાં છે અને બીજું ઓછો જન્મદર. ઉલ્લેખનીય છે કે પોલેન્ડ અને બ્રિટનમાં પણ વસતી ઘટાડાની વાત સામે આવી હતી. પોલેન્ડમાં બીજા વિશ્વયુદ્ધ બાદ જન્મદરમાં ઘટાડો જોવા મળ્યો છે. બ્રિટનમા જુલાઈ ૨૦૧૯ થી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી મોટાપાયે લોકોનું પલાયન થયું હતું. બ્રેક્ઝીટ અને કોરોનાને કારણે સામૂહિક પલાયન થયું હોવાનું મનાઈ રહ્યું છે.

ઈકોનોમિસ્ટ રાફેલ મુડ્રી જણાવી રહ્યાં છે કે વર્ષ ૨૦૨૦ ના ૧૧ મહિનામાં જેટલા મોત પોલેન્ડમાં થયા છે, તે બીજા વિશ્વ યુદ્ધ પછીના સૌથી વધારે છે. ગત ૧૫ વર્ષમાં આટલો ઓછો જન્મદરે જોવામાં નથી આવ્યો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here