મોસ્કો,તા.૨૦
સીરિયામાં ઇઝરાયલ બાદ હવે રશિયાના લડાકુ વિમાનોએ ભયાનક તબાહી મચાવી છે. ગત ૨૪ કલાકમાં રૂસી એરસ્ટ્રાઇકમાં આઇએસઆઇએસના ઓછામાં ઓછા ૨૧ આતંકીઓનો ખાત્મો થઇ ગયો છે. ત્યાં જ સેંકડોની સંખ્યામાં આતંકીઓ ઘાયલ થયા છે. સીરિયાઇ સરકાર સમર્થિત રશિયાની એરફોર્સે ગત ૨૪ કલાકમાં ઓછામાં ઓછી ૧૩૦ જગ્યાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. થોડા દિવસો પહેલા ઇઝરાયલે પણ સીરિયામાં મિસાઇલો દાગીને ઇરાન સમર્થિત મિલિશિયાના ઠેકાણાઓ બરબાદ કર્યા હતા. બ્રિટેન સ્થિત સીરિયન ઑબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સએ કહ્યું કે, રશિયાની વાયુસેનાએ ગત ૨૪ કલાકમાં ૧૩૦ હવાઇ હુમલા કર્યા જેમા ૨૧ આતંકીઓનો ખાત્મો થયો છે. આ હુમલાઓ અલેપ્પો, હામા અને રક્કામાં આઇએસઆઇએસના ઠેકાણાઓ કરાયા હતાં. આઇએસઆઇએસએ શનિવારે સરકારી સેના અને મિલિશિયા પર હુમલો કર્યો હતો. જેના પછી રૂસી વાયુસેનાએ આ જવાબી કાર્યવાહી કરી હતી, આઇએસઆઇએસના આ હુમલામાં સીરિયાઇ સમર્થિત મિલિશિયાના ૮ જવાન માર્યા ગયા હતાં.
હાલમાં પણ સીરિયાના બાદિયા ક્ષેત્રમાં સરકાર સમર્થિત સેના અને આઇએસઆઇએસના લડવૈયાઓ લચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેમા રૂસી સેના પણ સીરિયાઇ સરકારી સેના તરફથી મદદ કરી રહી છે. વર્ષ ૨૦૧૪ બાદથી જ સીરિયા અને ઇરાક આઇએસઆઇએસના આતંકનો સામનો કરી રહ્યા છે. જેથી આખું સીરિયા જ જંગના મેદાનમાં ફેરવાઇ ગયું છે. વર્તમાન અને સીરિયાઇ રાજધાની દમિશ્ક સિવાય કોઇ એવો વિસ્તાર નથી જે સીધો સરકારના નિયંત્રણમાં હોય. દરેક જગ્યાએ સ્થાનિક લોકો ગ્રુપ બનાવીને કબજો કરી લીધો છે અથવા આઇએસઆઇએસના બચેલા આતંકીઓએ કબજો કર્યો છે. આઇએસઆઇએસના આતંકીઓના હાથે તબાહ થઇ ગયેલ સીરિયા હવે દુનિયાભરના શક્તિશાળી દેશો વચ્ચે જંગનું મેદાન બની ગયું છે. ત્યાં રૂસ અને અમેરિકા વચ્ચે પહેલાથી જ તણાવ છે.
જેમા રૂસ સીરિયાની સરકારનું સમર્થન કરી રહી છે, ત્યાં જ અમેરિકા તેનો વિરોધ કરી રહ્યું છે. અમેરિકાએ સીરિયાના અલ્પસંખ્યક ગ્રુપ કૂર્દોના સૈન્ય દોસ્તોને સમર્થન આપ્યું છે ત્યાં જ ઇઝરાયલ પણ સીરિયામાં ઇરાન મિલિશિયાની હાજરીને સમાપ્તકરવા માટે સતત હુમલાઓ કરી રહ્યું છે. રૂસી વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવ એ ઇઝરાયલ અને ઇરાનને સીરિયાને યુદ્ધનું મેદાન ન બનાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, સીરિયાને તેલ અવીવ અને તેહરાન વચ્ચે યુદ્ધના મેદાનમાં બદલવું ન જોઇએ. તેમણે ઇઝરાયથી સૈન્ય કાર્યવાહીના સ્થાને રશિયાને આતંકવાદીઓ વિશે જાણકારી આપવા કહ્યું છે. જણાવી દઇએ કે, ગત ગણા વર્ષોથી રૂસની સેના સીરિયાના અલગ-અલગ ભાગોમાં તૈનાત છે.