રણવીરે દીપિકાને શુભેચ્છા પાઠવી હુલામણું નામ આપ્યું

0
23
Share
Share

અભિનેતા રણવીર સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું, હેપી સેકન્ડ એનિવર્સરી મારી ગુડિયા

મુંબઈ, તા.૧૪

બોલિવુડના મોસ્ટ પાવરફુલ કપલમાંથી એક રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નજીવનનાં આજે બે વર્ષ પૂરા થયા છે. કપલે ૨૦૧૮ની ૧૪મી નવેમ્બરે ઈટાલીમાં લગ્ન કર્યા હતા. જેમાં માત્ર બંનેના પરિવારજનો જ હાજર રહ્યા હતા. જે બાદ કપલે દિલ્હી અને મુંબઈમાં ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ માટે ગ્રાન્ડ રિસેપ્શન યોજ્યું હતું. આ માઈલસ્ટોનને સેલિબ્રેટ કરતાં, રણવીર સિંહે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પત્ની દીપિકા પાદુકોણ માટે એક પોસ્ટ શેર કરી છે. આ સાથે એક્ટરે બે તસવીરો પણ શેર કરી છે, જે તેમની પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાનની છે. આ તસવીરોમાં દીપિકા ફ્લોરલ પ્રિન્ટેડ સલવાર-સૂટ જ્યારે રણવીર ફ્લોરલ કુર્તા અને બંધગળાના જેકેટમાં જોવા મળી રહ્યો છે. પત્ની દીપિકાને ગુડીયાકહીને સંબોધતા રણવીરે નાનકડી પરંતુ રોમાન્ટિક નોટ લખી છે. એક્ટરે લખ્યું છે કે, અમે બંને એકબીજા સાથે હંમેશા જોડાયેલા છીએ. હેપી સેકન્ડ એનિવર્સરી મારી ગુડિયા. એક્ટરે શેર કરેલી તસવીર પર કેટરીના કૈફ, બિપાશા બાસુ, શ્રિયા પિલગાંવકર, ગૌહર ખાન, કૃતિ ખરબંદા, ટાઈગર શ્રોફ સહિતના સેલેબ્સે શુભકામના પાઠવી છે. દીપિકા પાદુકોણે પણ રણવીર સિંહે શેર કરેલી બે તસવીરો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. જેની સાથે તેણે લખ્યું છે કે, બીજી એનિવર્સરી મુબારક, રણવીર સિંહ. તું મને પૂર્ણ કરે છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સંજય લીલા ભણશાલીની ફિલ્મ ગોલિયો કી રાસલીલા રામ-લીલા દરમિયાન એકબીજા સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ તેમણે ઘણી ફિલ્મો સાથે કરી અને આખરે ૬ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. એક એન્ટરટેન્મેન્ટ પોર્ટલ સાથે દીપિકા પાદુકોણે પોતાના એનિવર્સરી સેલિબ્રેશનના પ્લાન વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખીને તેઓ સાદગીથી સેલિબ્રેશન કરશે. બંને ઘરે જ રહેશે અને પરિવાર સાથે પૂજા કરીને સમય પસાર કરશે. આ સિવાય દીપિકા પાદુકોણે પોતાનો દિવાળી પ્લાન પણ જણાવ્યો હતો. પર્યાવરણ અને આસપાસના લોકોની સ્થિતિને ધ્યાનમાં રાખીને દીપિકા અને તેનો પરિવાર ખૂબ સાદગીથી પ્રકાશ પર્વ દિવાળીની ઉજવણી કરશે. દીપિકાના મતે, કોરોના મહામારીના કારણે આ વર્ષ લોકો માટે વિવિધ પ્રકારે મુશ્કેલ રહ્યું છે. માટે આ વખતે દીપિકા અને તેનો પરિવાર ઘરે જ રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here