મુંબઈ,તા.૨૬
દેશનાં સૌથી લોકપ્રિય એક્ટરમાંથી એક રજનીકાંતને શુક્રવારનાં બ્લડ પ્રેશરની સમસ્યા થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બ્લડ પ્રેશરમાં અચાનક ઉતાર ચઢાવ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમનું બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં તેમને દવાઓ આપવામાં આવી રહી છે. હૈદરાબાદ સ્થિત અપોલો હોસ્પિટલમાં એડમિટ રજનીકાંતનાં સ્વાસ્થ્ય પર ડોક્ટરની એક ટીમ નજર રાકી રહી છે. રજનીકાંતનું બ્લડપ્રેશર હાલમાં નોર્મલ નથી એવામાં હાલમાં તેમને ડિસચાર્જ કરવામાં આવે તેવી સંભાવનાઓ ઓછી છે.
કહેવાય છે કે, જ્યાં સુધી તેમનાં સ્વાસ્થયમાં સુધારો નથી આવતો ત્યાં સુધી ડોક્ટર્સની ટીમ આશરે તેમનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે. જોકે, તેમનાંમાં અન્ય કોઇ પ્રકારનાં લક્ષમ નથી જોકે તેમની હાલત હાલમાં સ્થિર છે. પણ ડોક્ટર સંપૂર્ણ રીતે તેમનાં સ્વાસ્થ્ય પર નજર રાખે છે. બીજી તરફ દક્ષિણ ભારતીય ફિલ્મોનાં એક્ટર કમલ હાસને રજનીકાંતનાં સ્વાસ્થ્ય અંગે ચિંતા જાહેર કરી છે અને તેમનાં જલદી સાજા થવાની કામના કરી છે.
કમલ હાસને એક ટિ્વટ કરી છે કે, ’જેમાં કમલ હાસને સ્વાસ્થ્યને લઇને ચિંતા જાહેર કરી છે. આપને જણાવી દઇએ કે, હાલમાં એક્ટરનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જોકે, તેમની ફિલ્મનાં કેટલાંક ક્રૂ મેમ્બર કોરોના વાયરસથી સંક્રમિત છે, જે બાદ રજનીકાંતનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો પણ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.