રજનીકાંતનો સૌથી મોટો નિર્ણયઃ રાજનીતિમાં નહિ આવે

0
20
Share
Share

હૈદરાબાદ,તા.૨૯

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે ૩૧મી ડિસેમ્બરે પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે તેમ કહ્યું હતું. જોકે, હાલમાં જ રજનીકાંતે એવો નિર્ણય લીધો છે કે તે હવે રાજકારણમાં ઝંપલાવશે નહીં. તેમણે રાજકારણમાં ના આવવા પાછળનું કારણ પોતાની તબિયતને આપ્યું છે. તેમણે કહ્યું હતું કે તબિયત ખરાબ થવી એ ભગવાનની ચેતવણી હતી અને તેથી જ તેઓ હવે કોઈ રાજકીય પાર્ટી શરૂ કરવાના નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ રજનીકાંતના બ્લડપ્રેશરમાં વધઘટ થવાને કારણે તેમને હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

રજનીકાંતે મંગળવાર (૨૯ ડિસેમ્બર)ના રોજ અચાનક જ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી કે તેઓ કોઈ રાજકીય પાર્ટી શરૂ કરવાના નથી. તબિયત ખરાબ થવી એ ભગવાનની ચેતવણી હતી. રજનીકાંતે કહ્યું હતું કે હાલમાં તેમની તબિયત ખરાબ થઈ તે ભગવાને ચેતવણી આપી હતી અને આથી જ તેઓ હવે કોઈ રાજકારણમાં આવશે નહીં અને તમિળનાડુ વિધાનસભા ચૂંટણી લડશે નહીં.

વધુમાં રજનીકાંતે કહ્યું હતું, ’રાજકારણમાં આવ્યા વગર તેઓ લોકોની સેવા કરશે. મારા નિર્ણયથી ચાહકોને નિરાશા થશે પરંતુ મને માફ કરો. હું એવું નથી ઈચ્છતો કે લોકો એમ સમજ કે મને બલિનો બકરો બનાવી દેવામાં આવ્યો છે.’

ઉલ્લેખનીય છે કે થોડાં દિવસો અગાઉ રજનીકાંતે સત્તાવાર રીતે રાજકારણમાં ઝુકાવવાનું અને પોતાની રાજકીય પાર્ટી બનાવવાનું જાહેર કર્યું હતું. અભિનેતાએ ૨૦૨૧માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લડવાની પણ જાહેરાત કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here