રઘુવંશ પ્રસાદે આરજેડીના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

0
15
Share
Share

પટના,તા.૨૩

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વધુ એક ઝટકો લાગ્યો છે. મંગળવારે પહેલા પાર્ટીના પાંચ એમએલસી જીડીયુમાંથી જતા રહ્યા ત્યાંરબાદ પાર્ટીના વરિષ્ઠ નેતા રઘુવંશ પ્રસાદે પણ રાષ્ટ્રીય નાયબ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. રઘુવંશ પ્રસાદ સિંહ હાલ કોરોનાગ્રસ્ત છે અને પટણા એઈમ્સમાં તેમની સારવાર ચાલી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, પાર્ટીના કેટલાક નેતા બાહુબાલી રામા સિંહને પાર્ટીમાં સામેલ કરવાને કારણે નાખુશ છે. આવામાં રઘુવંશ પ્રસાદ સિંહ સહિત પાર્ટીના અનેક મોટા નેતા આગામી સમયમાં આરજેડી છોડી શકે છે.

અગાઉ એમએલસી સંજય પ્રસાદ, કમરે આલમ, રાધાચરણ સેઠ, રણવિજય સિંહ અને દિલીપ રાયે આરજેડીમાંથી રાજીનામું આપી દીધું હતું. નોંધનીય છે કે, આ તમામ નેતા પહેલાથી જ તેજસ્વી યાદવ અને પાર્ટીની વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા હતા. અગાઉ બિહારના સરકારના ભવન નિર્માણ મંત્રી અને જેડીયુના નેતા અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, આરજેડીના અનેક ધારાસભ્ય પાર્ટી બદલાવની તૈયારીમાં છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here