રક્ષા બંધનઃ અમદાવાદ હોલસેલ-રિટેલ માર્કેટ ઠપ, ઓનલાઈન ધૂમ વેચાણ

0
22
Share
Share

અમદાવાદ,તા.૩૦

ચાલુ વર્ષે રક્ષાબંધનના તહેવારને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના હોલસેલ માર્કેટમાં રાખડીઓનું વેચાણ ઘટ્યું છે. જ્યારે રિટેલ માર્કેટમાં પણ કોરોનાના ભયથી લોકોએ રાખડીઓનું વેચાણ ઓછું કર્યું હોવાનું વેપારીઓનું કહેવું છે. આ વર્ષે મોટાભાગના ભાઈ-બહેન ઓનલાઈન જ રક્ષાબંધનની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. આ વખતે જે ભાઈઓ તેમની બહેનો સુધી રાખડી પહોંચવામાં અસમર્થ છે, તેઓ ઓનલાઇન અને કુરિયર સેવાની મદદથી ગિફ્ટ મોકલી રહ્યાં છે. ભાઈઓ કુરિયર દ્વારા સાડી, સુટ અને મોંઘી જ્વેલરીની ગિફ્ટ બહેનોને મોકલી રહ્યા છે.

આ બધાની વચ્ચે, કુરિયર ડિલિવરી એજન્ટોનું પણ કામ અને જવાબદારી વધી છે. અમદાવાદના હોલસેલ માર્કેટમાં રાખડીઓનું વેચાણ ૭૦થી ૭૫ ટકા ઘટ્યું છે. જ્યારે રિટેલ માર્કેટ પણ રાખડીઓનું વેચાણ ૫૦થી ૬૦ ટકા જેટલું ઓછું હોવાનું વેપારીઓનું કહેવું છે. રક્ષાબંધનના દિવસ બહેન ભાઈના ઘરે જઈને તેને રાખડી બાંધે છે. સાથે જ આ દિવસે સમગ્ર પરિવાર એકસાથે મળીને આ તહેવારની ઉજવણી કરે છે, પરંતુ આ વર્ષે તે શક્ય બનવું ખુબ જ મુશ્કેલ છે. તો બીજીતરફ વેપારીઓના કહેવા પ્રમાણે કોરોનાના કારણે લૉકડાઉન હોવાથી રાખડીઓ બહુ જ ઓછી બની છે.

જ્યારે કોરોનાના ડરના કારણે રાખડીઓ ખરીદવા માટે જોઈએ તેવા ગ્રાહકો પણ આવતા નથી. વેપારીઓ તો રાખડીઓથી દુકાનો ભરીને જ બેઠા છે. પરંતુ લોકો ડરના માર્યા રાખડી ખરીદવાનું ટાળી રહ્યા છે. જોકે એક છત નીચે રહેતા ભાઈ-બહેન સિવાય ઘણા બધા ભાઈ-બહેનો મોબાઈલ કે લેપટોપથી વર્ચ્યુઅલ કે ડિજિટલ રક્ષાબંધનની ઉજવણી કરવાના હોવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here