રંગભેદની ટિપ્પણી પર વોર્નરે સિરાજ-ભારતીય ટીમની માફી માંગી

0
15
Share
Share

સિડની,તા.૧૨

ઑસ્ટ્રેલિયાના અનુભવી બેટ્‌સમેન ડેવિડ વૉર્નરે ભારતીય ખેલાડીઓ ખાસ કરીને મોહમ્મદ સિરાજ પર ત્રીજી ટેસ્ટ દરમિયાન રંગભેદની ટિપ્પણીઓની ટીકા કરી છે. તેણે કહ્યું છે કે, દર્શકોનું આવું વર્તન સ્વીકાર્ય નથી. પહેલીવાર ઑસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલા સિરાજ ઉપરાંત જસપ્રીત બુમરાહને પણ સતત બે દિવસ દર્શકોની રંગભેદની ટિપ્પણીઓનો શિકાર થવું પડ્યું. ચોથા દિવસે તો થોડીકવાર માટે રમત રોકવી પડી, જ્યારે ભારતીય ટીમે એમ્પાયર્સને ફરિયાદ કરી. ત્યારબાદ ૬ દર્શકોને સ્ટેડિયમની બહાર નીકાળી દેવામાં આવ્યા અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ માફી માંગી.

વૉર્નરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘હું મોહમ્મદ સિરાજ અને ભારતીય ટીમની માફી માંગવા ઇચ્છુ છું. રંગભેદ અથવા ખરાબ વ્યવહાર ક્યાંય પણ અને ક્યારેય પણ સ્વીકાર્ય નથી. આશા છે કે દર્શકો આગળથી સારું વર્તન કરશે.’ મેચ વિશે વૉર્નરે કહ્યું કે, ઈજાના કારણે પહેલી બે મેચોમાંથી બહાર રહ્યા બાદ પાછા ફરવું સારું લાગ્યું. તેણે લખ્યું કે, ‘પુનરાગમન કરવું સારું લાગ્યું, પરંતુ ભારતને અભિનંદન, જેણે શાનદાર વાપસી કરી. આ જ કારણ છે કે ક્રિકેટથી અમને આટલો પ્રેમ છે, આ સરળ રમત નથી. હવે બ્રિસ્બેનમાં નિર્ણાયક મેચ પર નજર અને ત્યાં રમવાની અલગ જ મજા છે.’

વૉર્નરે વિરાટ કોહલીને પણ દીકરીના પિતા બનવા માટે અભિનંદન પાઠવ્યા છે. વૉર્નરે કોહલીને અલગ અંદાજમાં અભિનંદન આપતા કેટલીક ટિપ્સની ઑફર કરી. વૉર્નરે ત્રણ બાળકો છે. વૉર્નરે લખ્યું કે, “અભિનંદન મારા મિત્ર. જો કોઈ ટિપ્સ જોઈએ તો મને ડીએમ (ડાયરેક્ટ મેસેજ) કરજે.’ વૉર્નર અને કોહલી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે. કોહલીએ અનેકવાર વૉર્નરના વિડીયો્‌સ પર કૉમેન્ટ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here