યોગી સરકાર પણ લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવશેઃ પાંચ વર્ષની જેલની જોગવાઇ

0
15
Share
Share

લખનઉ,તા.૨૦

મધ્યપ્રદેશની જેમ ઉત્તરપ્રદેશમાં પણ લવ જેહાદને અટકાવવા માટે કડક કાયદો બનાવવાની તૈયારી કરાઈ છે. ગૃહ વિભાગે ન્યાય તથા કાયદા વિભાગને પ્રસ્તાવ બનાવીને મોકલ્યો છે. બિન જામીન કલમ હેઠળ કેસ નોંધાશે અને દોષિત ઠેરવાશે તો પાંચ વર્ષની કડક સજા થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાનપુર, બાગપત, મેરઠ સહિત યુપીના ઘણા શહેરમાં સતત બની રહેલી લવ જેહાદ જેવી ઘટનાઓ પછી ગૃહ વિભાગ પાસે રિપોર્ટ માંગ્યો હતો. કાયદાના ડ્રાફ્ટને રિવ્યૂ પછી કેબિનેટમાં રાખવામાં આવશે.

યુપીના લો કમિશનના ચીફ આદિત્ય નાથ મિત્તલે જણાવ્યું કે, ભારતીય બંધારણે ધાર્મિક સ્વતંત્રતા આપી છે, પણ અમુક એજન્સીઓ તેનો દૂરઉપયોગ કરી રહી છે. તે ધર્મ પરિવર્તન માટે લોકોને લગ્ન, નોકરી અને લાઈફ સ્ટાઈલની લાલચ આપે છે. અમે આ મુદ્દા પર ૨૦૧૯માં જ ડ્રાફ્ટ સોંપી દીધો હતો. જેમાં અત્યાર સુધી ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. છેલ્લા ફેરફારમાં અમે સજાની જોગવાઈને ઉમેરી છે.

ડ્રાફ્ટના જણાવ્યા પ્રમાણે, લવ જેહાર જેવા કેસમાં સહયોગ કરનારને પણ મુખ્ય આરોપી ગણાશે અને દોષી ઠેરવાશે તો સજા પણ થશે. લગ્ન માટે ધર્માંતરણ કરાવનારને પણ સજાની જોગવાઈ છે. જો કોઈ પોતાની મરજીથી લગ્ન કરવા માટે ધર્મ બદલવા ઈચ્છે તો તેને એક મહિના પહેલા કલેક્ટરને એપ્લીકેશ આપવી પડશે. આ અરજી કરવી જરૂરી રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here