યોગી સરકાર ગેંગસ્ટર દિલિપ મિશ્રાની ૧૨ સંપત્તિ જપ્ત કરશે

0
20
Share
Share

લખનઉ,તા.૧

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર છેલ્લા થોડા સમયથી ગેંગસ્ટર અને માફિયા દાદાઓ વિરુદ્ધ કડક પગલાં લેતી થઇ હતી. અગાઉ સાંસદ અતીક અહમદ સામે પગલાં લેવાયાં હતાં.

આ દિશામાં લેટેસ્ટ સમાચાર મુજબ પ્રયાગરાજના ભૂતપૂર્વ સાંસદ અને બાહુબલિ માફિયા ગણાતા અતીક અહમદ પછી હવે દિલીપ મિશ્રા વિરુદ્ધ સકંજો મંડાયો હતો. દિલીપની બાર સંપત્તિ પોલીસ કબજે કરી લેવાની તૈયારીમાં હતી.

પોલીસે પ્રયાગરાજના જિલ્લા મેજિસ્ટ્રેટને દિલીપની બાર એવી સંપત્તિની યાદી મોકલી હતી જે ગેરકાયદે કે અપરાધ દ્વારા મેળવવામાં આવી હોય. દિલીપને આ વાતનો અણસાર આવી જતાં એણે પોતાની રીતે બધા રાજકીય સંપર્કો અજમાવી જોયા હતા પરંતુ ક્યાંયથી એને સપોર્ટ મળ્યો નહોતો. એને ખ્યાલ આવી ગયો હતો કે દરેક નેતા પોતાની જાતને સાચવીને બેઠો હતો. યોગી આદિત્યનાથની સરકાર પગલાં લેવા મક્કમ હતી.

દિલીપની કેટલીક સંપત્તિ એની પત્ની અર્ચનાના નામે હતી તો કેટલીક સંપત્તિ પુત્ર શુભમ મિશ્રાના નામે હતી. પોલીસે આ તમામ સંપત્તિની યાદી તૈયાર કરીને મંજૂરી માટે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપી હતી.

એકવાર ત્યાંથી લીલી ઝંડી મળે એટલે પોલીસ દિલીપ મિશ્રાની તમામ સંપત્તિ કબજે કરી લેશે. અત્યારે પોલીસે આ બારેબાર સંપત્તિ પર પોતાની બાજનજર રાખી હતી જેથી દિલીપ કંઇ આડુંઅવળું કરે તો પોલીસ એના પર ત્રાટકી શકે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here